હૈદરાબાદનો ઉદ્યોગપતિ મેચ ફિક્સ કરવા માગે છે, BCCIની ચેતવણી

ટીમ માલિકો, ખેલાડીઓ, કોચને મોંઘી ભેટ આપી લલચાવી શકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL2025 ની તમામ 10 ટીમોને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહેવામાં…

ટીમ માલિકો, ખેલાડીઓ, કોચને મોંઘી ભેટ આપી લલચાવી શકે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL2025 ની તમામ 10 ટીમોને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે હૈદરાબાદનો એક ઉદ્યોગપતિ ગેરકાયદેસર કામ કરાવવા માટે લોકોનો સંપર્ક કરી રહ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર BCCI એ તમામ ક્રિકેટરો, કોચ, કોમેન્ટેટર્સ અને સપોર્ટ સ્ટાફને આ ઉદ્યોગપતિથી સાવધ રહેવા કહ્યું છે. એવું કહેવાય છે કે આ ઉદ્યોગપતિ ઘણા બુકીઓના સંપર્કમાં છે. આ વ્યક્તિ ટુર્નામેન્ટમાં લોકોને મોંઘી ભેટ આપીને પોતાની વાત મનાવડાવે છે. ક્રિકબઝમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, આ ઉદ્યોગપતિ સામાન્ય રીતે પહેલા ટીમના માલિકો, ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર્સના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી એકમનું માનવું છે કે આ વ્યક્તિ ભૂતકાળમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે.

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હૈદરાબાદનો આ ઉદ્યોગપતિ મેદાનમાં ચાહક બનીને ઈંઙક મા ભાગ લેનારા ખેલાડીઓ, કોચ અને કોમેન્ટેટર્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ટીમના હોટલ અને મેદાનમાં પણ જોવા મળ્યો છે. તે ખેલાડીઓ અને સ્ટાફને ખાનગી પાર્ટીઓમાં આમંત્રણ આપે છે અને તેમને ઘરેણાં સહિત મોંઘી ભેટો આપે છે. આ સંદર્ભમા BCCI એ ઈંઙક 2025 માં ભાગ લેનારી બધી ટીમો અને તેમની તરફથી રમી રહેલા ખેલાડીઓ પાસેથી સમર્થન માંગ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *