પત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોત

પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પતિનુ બેભાન થઇ ગયા બાદ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી…

પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પતિનુ બેભાન થઇ ગયા બાદ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પોપટપરા સેન્ટ્રલ જેલમાં રહેલા કાચા કામના કેદી રમેશ ડાયાભાઇ ભુવા (ઉ.વ.45) ગત તા.10/10/2025ના જેલમાં હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમ્યાન આજે સવારે તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઇ કચ્છના હોવાનુ અને પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ ગત તા.10/10/25ના જેલમાં બેભાન થઇ જતા સારવારમાં ખસેડાયા બાદ તેમને જામીન મળી ગયા હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *