Site icon Gujarat Mirror

પત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોત

પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પતિનુ બેભાન થઇ ગયા બાદ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પોપટપરા સેન્ટ્રલ જેલમાં રહેલા કાચા કામના કેદી રમેશ ડાયાભાઇ ભુવા (ઉ.વ.45) ગત તા.10/10/2025ના જેલમાં હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમ્યાન આજે સવારે તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઇ કચ્છના હોવાનુ અને પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ ગત તા.10/10/25ના જેલમાં બેભાન થઇ જતા સારવારમાં ખસેડાયા બાદ તેમને જામીન મળી ગયા હોવાનુ જાણવા મળ્યુ છે.

Exit mobile version