સાવરકુુંડલામાં મહિલા સદસ્યના પતિ પેવિંગ બ્લોક ચોરતા ઝડપાયા

સાવરકુંડલા શહેરના સાવર વિભાગ માં આવેલ સ્મશાન ગૃહમાં પાલિકા દ્વારા રાખવામાં આવેલ પેવીંગ બ્લોક ની સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના સદસ્ય હંસાબેન રાનેરા ના…

સાવરકુંડલા શહેરના સાવર વિભાગ માં આવેલ સ્મશાન ગૃહમાં પાલિકા દ્વારા રાખવામાં આવેલ પેવીંગ બ્લોક ની સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના સદસ્ય હંસાબેન રાનેરા ના પતિ કમલેશ રાનેરા દ્વારા મોડી રાત્રે ગેરકાયદેસર રીતે સ્મશાન બાગમાં ટ્રેકટર લાવીને પેવીંગ બ્લોક ની ચોરી કરતા આસપાસ રહીશો અને મહિલાઓએ ભારે હોબાળો કર્યો હતો અને વોર્ડ નંબર ત્રણના લોકો અને મહિલા ઓનું ટોળું મોડી રાત્રે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે દોડી ગયું હતું.

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નંબર ત્રણના સાવર વિભાગ આવેલ સાવર વિભાગ સ્મશાન માંથી વોર્ડ નંબર ત્રણના પાલિકા સદસ્ય હંસાબેન રાનેરા ના પતિ કમલેશ રાનેરા દ્વારા મોડી રાત્રે ટ્રેકટર લાવી સ્મશાન નો ગેટ ખોલીને પેવીંગ બ્લોક લઈ જવામાં આવતા વોર્ડ નંબર ત્રણના અગ્રણી રાજુભાઈ વિનુભાઈ ચૌહાણે મોટી સંખ્યામાં વોર્ડ નંબર ત્રણના અને સ્મશાન આસપાસ રહેતા ભાઈઓ બહેનો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને લેખિતમાં પોલીસ ઈન્સપેકટર ને ફરિયાદ આપી વોર્ડ નંબર ત્રણના પાલિકા સદસ્ય હંસાબેન રાનેરા ના પતિ કમલેશ રાનેરા સામે કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી.

સાંજના સાડા દશેક વાગ્યાના સમયે સ્મશાન પાસે રહેતા પંકજભાઇ જેકાભાઇ બેરડીયા તથા મનુભાઈ કેશાભાઈ એ રીતેના સ્મશાન ગેટ આગળ બેઠેલ હતા તે દરમ્યાન સ્મશાનની અંદર એક ટ્રેકટર નંબર ૠ1 02 3072 આવેલ જેથી પંકજભાઇ ટ્રેકટરની પાછળ અંદર ગયેલ અને જોયુ તો ટ્રેકટરમાં એક ડ્રાઇવર તથા ત્રણ મજુર હતા જેથી પંકજભાઇએ પુછેલ કે કેમ અત્યારે શું કામ આવેલ છો તો ડ્રાઇવરે કહેલ કે પાલિકાના જુના બ્લોક છે તે ભરવા માટે આવેલ છીએ જેથી પંકજભાઇએ આ વિસ્તાર ના લોકોં અને આસપાસ ના રહીશોને જાણ કરેલ સ્મશાનમાં રહેલ બ્લોક ભરવા માટે આવેલ છે જેથી મોટી સંખ્યામાં લોકોં એકઠા થઈ વિરોધ કર્યો હતો નગરપાલીકાના અમારા વોર્ડ ત્રણના સદસ્ય હંસાબેન રાનેરા ના પતિ કમલેશભાઇ રાનેરા ત્યાં હાજર હતા જેઓને રહીશો એ પૂછેલ કે બ્લોક કયાં લઈ જાવ છો તેમણે કહેલ કે આ બ્લોક ચરખડીયા લઇ જાવ છું અને આ સ્મશાન મારા બાપનુ છે તમો કોણ મને પુછવા વાળા જેથી રહીશો એ કહેલ આ સરકારી મિલ્કત છે આ સરકારી મિલ્કત કોની મંજુરી થી લઈ જાવ છો કોઇની મંજુરી મેળવી છે કે કેમ.? પાલિકા સદસ્ય પતિ કમલેશ રાનેરા એ કીધું કે મારે કોઇની મંજુરી લેવાની ના હોય આ સ્મશાન મારા બાપનુ છે અને આ બ્લોક મને સારૂૂ લાગે ત્યાં લઇ જઇશ આથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરીને પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *