પતિ બિઝનેશના નામે પરસ્ત્રી સાથે બેંગ્લોરની હોટેલમાં જતાં દારૂપી પાર્ટી કરતાં, નોનવેજ ખાતા અને ઘર ખર્ચ આપતા નહીં

સાધુવાસવાની રોડ નિલકમલ પાર્ક પાછળ ટેલિગ્રાફ સોસાયટીમાં માવતરે રહેતા યાત્રીબેન અંકીતભાઇ પ્રજાપતિ(ઉ.30)એ ફરિયાદમાં તેમના પતિ અંકિતભાઈ ઈશ્વરભાઈ,સાસુ લીલાબેન ઈશ્વરભાઈ,સસરા ઈશ્વરભાઈ પ્રજાપતિ(રહે બધા વિસનગર)વાળા સામે ત્રાસ…

સાધુવાસવાની રોડ નિલકમલ પાર્ક પાછળ ટેલિગ્રાફ સોસાયટીમાં માવતરે રહેતા યાત્રીબેન અંકીતભાઇ પ્રજાપતિ(ઉ.30)એ ફરિયાદમાં તેમના પતિ અંકિતભાઈ ઈશ્વરભાઈ,સાસુ લીલાબેન ઈશ્વરભાઈ,સસરા ઈશ્વરભાઈ પ્રજાપતિ(રહે બધા વિસનગર)વાળા સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

યાત્રીબેને ફરિયાદમાં જણાવ્યું હતું મેં,હાલ માતા-પિતાના ઘરે છેલ્લા ચા2 મહિનાથી મારા પિયરમાં આવેલ છું.આ લગ્ન દરમ્યાન મારે નવ મહીનાનો ગર્ભ ધારણ છે.મારા લગ્ન થયા બાદ હું મારા સાસરીમા મારું લગ્ન જીવન શરુ કરવા મહેસાણા જીલ્લાના વીસનગર ખાતે ગયેલ. પતિ પ્રા. નોકરીની બાબતથી બેંગ્લોર જવાનું હોય જેથી મારા પતિ મને મારા પિયરમાં મુંકી ગયેલ અને આ શરે ત્રણ મહિના હું મારા પિયરમાં રહેલ બાદમાં મારા પતિ બેંગ્લોરથી આવેલ અને મારું ભણતર વડોદરા શહેર ખાતે ચાલું હોય જેથી હું મારા ભણતર માટે વડોદરા ગયેલ અને ત્યાં પહેલા હું જે ભાડાના ફ્લેટમાં ગોન્ડ્રી ખાતે હોય ત્યાં જ વાતચી ત કરીને એકલી ગયેલ અને પંદર દીવસ બાદ મારા પતિ પણ મારી સાથે રહેવા આવેલ અને ભાડાના મકાનનું ભાડું પણ મારા પપ્પા ભરતા હતા અને મારા એમ.ડી. હોમીયોપોથી ભણતરના પૈસા પણ મારા પપ્પા ભરતા હતા.

અમો આશરે ત્રણેક મહિના વડોદરા શહેરમં રહેલ અને મારી પરીક્ષા પુરી થતા અને વેકેશન પડતા અમો બન્ને પતિ પત્ની મારા સાસરીયે વીસનગર ખાતે રહેવા આવી ગયા હતા.અમારે લગ્ન પહેલા જ મારા પતિને રૂૂબરૂૂ જ કહેલ કે અમો સ્વામીનારયણ સંપ્રદાય માનું છું તમારે કોઇ ખરાબ ટેવ તો નથીને ત્યારે મારા પતિએ જણાવેલ કે અમો બધા પણ સ્વામી નારાયણ સંપ્રદાય જ માનીએ છીએ અને મારા પતિ વ્હોટસપ તથા ટેલીગ્રામ તથા લીંકદીન એપમાં અન્ય પરસ્ત્રી સાથે ખુબ જ ખરાબ રીતે વાત કરતા અને મારા પતિ અન્ય પરસ્ત્રી સાથે બેંગ્લોરની હોટલમાં જતા અને દારૂૂ પીતા અને પાર્ટી કરવા લાગેલ અને નોનવેજ પણ ખાતા અને ઘરખર્ચના પૈસા પણ આપતા નહી.

તારા બાળકને અમો માસમછી ખવડાવશું અને મારે છ મહિનાનો ગર્ભ ધારણ હોય અને મારા પતિ તથા મારા સાસુ સસરા મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને ગાળો આપવા લાગેલા અને કહેવા લાગેલ કે ઘરમાંથી નીકળી જા અને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી હતી.આ મામલે ફરિયાદીએ અનેક વાર સમાધાનના પ્રયાસ કર્યા આમ છતાં આરોપીઓ સમાધાન કરવા માંગતા ન હોય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *