વિછીંયાના મોટામાત્રામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. તેમની પત્ની રિસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધુ હતુ. આ ઘટનામાં વિછીંયા પોલીસે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ, મોટામાત્રામાં રહેતા મુનાભાઇ રામજીભાઇ રોજાસરા (ઉ.વ.25)નામના યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમને સંતાનમાં એક દીકરો એક દીકરી છે. પોતે ખેતીકામ કરે છે. પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા નંબરનો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે ભાઇની સાળી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેનુ નામ ભાવના છે તે ગૃહકલેશને કારણે બે વર્ષથી રિસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધુ હતું.
