મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ…

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી માળિયાના વેજલપર ગામે રહેતા સુમાબેન બિલામસિંહ બામનીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ મહેન્દ્રનગર ચોકડી ખાતે હળવદ જતા રોડ તરફ ઉભા હતા અને તેમના પતિ બિલામસિંહ બામનીયા સામેથી રોડ ક્રોસ કરી તેમની તરફ આવી રહ્યા હતા ત્યારે એક સફેદ બોલેરો GJ 03 BZ 7936ના ચાલકે ફરિયાદીના પતિને હડફેટે લેતા ગંભીર ઈજાઓના કારણે તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં રાજકોટ સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનનો આપઘાત
હળવદના કવાડીયા ગામે માતા પિતાએ યુવાનને કામ ધંધો કરવાનું કહેતા 23 વર્ષના પરિણીત યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ હળવદના કવાડીયા ગામે જાલાભાઇ હેમુભાઇ વાઘેલા નામનો યુવાન કોઈ કામ ધંધો ન કરતો હોય માતા પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાનને મનમાં લાગી આવ્યું હતું. તેણે એકલતાનો લાભ લઇ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *