પત્નીએ માવતરે જઇ બીજા લગ્ન કરી લેતા પતિનો આપઘાત

શ્રમિકના 9 મહિના પૂર્વે જ લગ્ન થયા’તા શહેરના 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઇડ પર શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત…

શ્રમિકના 9 મહિના પૂર્વે જ લગ્ન થયા’તા

શહેરના 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઇડ પર શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્નીએ માવતરે જઇ અન્ય સાથે લગ્ન કરી લેતા લાગસ આવવાથી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યું છે. યુવાનના લગ્ન 9 મહિના પૂર્વે જ થયા હતા.

જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે યોગરાજ નગરમાં નવી બનતી ક્ધટ્રક્શન સાઇટ પર કામ કરતા મુળ દાહોદના પીન્ટુ સુમાભાઇ ભાભોર (ઉ.વ.21)નામના યુવાને ગત રાત્રે સાઇટ ઉપર હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ અને કડીયા કામ કરતો હતો તેના 9 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. પત્ની દીપીકા એક મહિના પહેલા માવતરે ગઇ હતી. અને પત્નીએ અન્ય જગ્યાએ બીજા લગ્ન કરી લીધા હોય જેની જાણ થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું પરિવાર જનોએ જણાવ્યુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *