બે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાત

શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પત્ની બે વર્ષથી રીસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધાનું…

શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પત્ની બે વર્ષથી રીસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા રાણીમાં રુડીમાં ચોક પાસે આવાસ કાવર્ટરમાં રહેતા સચીન રમેશભાઇ ચાવડા (ઉ.વ.32) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાંફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના માતા રૂમામાં ઉઠાડવા જતા પુત્ર લટકતો મળી આવતા માતા હતપ્રભ બની ગયા હતા બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકનો સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં વચેટ અને મજૂરી કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર છે.
પત્ની બે વર્ષથી રસીમાણે ચાલી ગઇ હોય જે પરત આવતી ન હોવાથી લાગી આવતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળી આવ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *