જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં પત્ની ના ગર્ભ માં રહેલા બાળક ને પતાવી નાખનાર પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેણે ઉધકેરાટમાં આવી જઇ પત્ની પર હુમલો કરી દીધા નું કબૂલી લીધું છે.
જામનગરમાં ગુલાબ નગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં રહેતી મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામની 31 વર્ષની દેવીપુજક યુવતીએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને પેટના ભાગે સાવરણી મારી ધક્કો મારી પછાડી દઇ પેટમાં રહેલા બાળકનું મૃત્યુ નીપજાવવા અંગે પોતાના જ પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદ બાદ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી. જે. ગામેતી અને તેઓની ટીમે તાતકાલિક અસરથી બનાવના સ્થળે દોડી જઈ આરોપી પતિ લક્ષમણ સોલંકીને ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે. શાક બળી જવા જેવી સામાન્ય બાબતમાં પોતે ઉશ્કેરાઈ ગયો હતો, અને સાવરણી વડે પત્નીને મારઝુડ કરી હતી, અને પેટના ભાગે સાવરણી મારતાં આ બનાવ બની ગયો હોવાની કબુલાત પણ આપી દીધી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.
