વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈન લગાવી છતાં તંત્રએ ભારે મહેનત કરી કામગીરી કરી બતાવી
રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલથી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક જ માત્ર દીકરી હોવાનું સર્ટી. આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ જાહેરાત કરેલ હોવાથી ગઈકાલે વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી. જન્મ મરણ વિભાગમાં એક બાજુ સ્ટાફના ફાફા અને બીજી બાજુ વધારાની કામગીરી નખાતા અનેક અરજદારોને ધક્કો થાશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ વિભાગનાં મુખ્ય અધિકારી સહિતનાઓએ સાંજ સુધી વ્યવસ્થીત અને એક પણ અરજદારને અન્યાય ન થાય તે પ્રકારની કામગીરી એક જ દિ’માં 350 થી વધુ સર્ટી.ઈસ્યુ કરી દીધા હતાં અને આજે પણ સવારથી કામગીરી ચાલુ હોવાનું જાણવા મળેલ છે.
રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર આપવાનો રાજકોટ મહાનગરપાલિકામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત કરેલ હોવાથી આજે વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી. જેની સામે પ્રમાણપત્ર કાઢવા માટે ફકત એક ઓપરેટર હોવાથી જન્મ મરણ વિભાગનાં મુખ્ય અધિકારી પણ સ્ટાફના અભાવે લોકોની મદદગારી કરવા ફોર્મ ભરવા સહિતના કામો કરવા લાગ્યા હતાં. જ્યારે ઈસ્ટ ઝોન કચેરી ખાતે સુવિધા ન મળતાં આ વિસ્તારનાં લોકો સેન્ટ્રલ ઝોન ખાતે આવી અમારા વિસ્તારને શા માટે બાકાત રાખવામાં આવ્યો છે તે પ્રકારના બળાપા કાઢતાં જોવા મળ્યા હતાં.
એક માત્ર દીકરીના પ્રમાણપત્ર માટે આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડયા હતાં. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રથમ વખત કોઈ પ્રમાણપત્ર મેળવવા માટે લોકોએ સવારે છ વાગ્યાથી લાઈન લગાવી હોય તેવો પ્રથમ બનાવ આજે બનવા પામ્યો હતો. નાની નાની દીકરીઓ સાથે માતાઓએ લાઈનમાં ઉભી પ્રમાણપત્ર માટે કયારે વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતાં. જ્યારે ઈસ્ટ ઝોનમાં આ કામગીરી થતી ન હોવાથી આ વિસ્તારનાં અનેક લોકો પણ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉમટી પડતાં જન્મ-મરણ વિભાગમાં થતી કામગીરી દરમિયાન અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી છતાં ઓછા સ્ટાફથી તમામ અરજદારોને સર્ટી.આપવામાં આવ્યા હતાં.
