ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM)) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુન:પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે 16 ડિસેમ્બર, 2025 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.
પીએમ-કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂૂ. 6392.98 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂૂ. 801.36 કરોડ, 2023-24માં રૂૂ. 996.33 કરોડ, 2024-25માં રૂૂ. 2,564.14 કરોડ અને 2025-26માં (30 નવેમ્બર 2025 સુધી) રૂૂ. 2,031.15 કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂૂ. 326.92 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂૂ. 7.83 કરોડ, 2023-24માં રૂૂ. 28.72 કરોડ, 2024-25માં રૂૂ. 59.95 કરોડ અને 2025-26માં રૂૂ. 230.42 કરોડનો સમાવેશ થાય છે.
નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM)) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી. મંત્રીના નિવેદન મુજબ, ઘટક-અ હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ’અન્નદાતા’ની સાથે ’ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂૂ. 80,000 સુધીની કમાણી કરી શકે છે. ઘટક-ઈ હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂૂ. 4.5 લાખ છે.પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. પીએમ-કુસુમ યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, જઈંઅત (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.
