ખુદ મનપાના ચોપડે જાહેર થયા આવા ન્યુસન્સ પોઇન્ટ, મહાનગરપાલિકા કરોડોના ખર્ચે ક્ધસલટન્ટ એજન્સી પાસેથી ‘સલાહ’ ખરીદીને ફરી એક વખત બનાવવા જઇ રહી છે ‘ન્યુસન્સ પોઇન્ટ નાબૂદી માસ્ટર પ્લાન’
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ચલાવવામાં આવતા ’સ્વચ્છ ભારત અભિયાન’ અને ’સ્વચ્છતા સર્વેક્ષણ’ હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવાના પ્રયાસો નિ:શંકપણે આવકારદાયક અને સરાહનીય છે. જોકે, ’ખાટલે મોટી ખોટ’ જેવી પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સ્થાનિક વહીવટી તંત્રની ભારે નબળી અને ઉદાસીન કામગીરીના કારણે સરકારની આ ઉત્સાહી યોજનાઓ અને પ્રયાસો પર પાણી ફરી વળે છે.
રાજકોટમાં હાલમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટને દેશનું સર્વશ્રેષ્ઠ અને સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું સ્વપ્ન હાલના સંજોગો અને તંત્રની ઢીલી નીતિ જોતાં દૂર દૂર સુધી પૂરું થતું દેખાતું નથી. તેની પાછળના નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાનો પ્રોજેક્ટ એક દસકાથી પુરો થતો નથી એ કારણ તો છે જ, પણ અતિ શરમજનક કહી શકાય તેવી એક કડવી વાસ્તવિકતા એ સામે આવી છે કે શહેરના તમામ 18 વોર્ડમાં મળીને કુલ 118 જેટલી જગ્યાઓ ’ન્યુસન્સ પોઈન્ટ’ છે.
આ એવા ન્યુસન્સ પોઇન્ટ છે કે જ્યા જાહેરમાં બારેમાસ શૌચક્રિયા થાય છે, જાહેરમાં કચરો ફેંકાય છે, જાહેરમાં ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. આ આંકડા ખુદ મનપાના ચોપડે સતાવાર રીતે જાહેર થયા છે. આટલા વર્ષોમાં તો આવા ન્યુસન્સ પોઇન્ટ દુર ન થયા, ત્યારે હવે ફરી એકવખત ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવા માટે મનપા માસ્ટરપ્લાન તૈયાર કરવા જઇ રહી છે. જો કે અગાઉ પણ આવા અનેક માસ્ટરપ્લાન કાગળ પર બનાવીને કચરાપેટીમાં પધરાવી દેવાયા છે. હવે જોવાનું એ રહેશે કે આ નવો માસ્ટરપ્લાન પણ માત્ર સરકારી ફાઈલોમાં જ ધૂળ ખાતો રહેશે કે પછી મનપા શાસકોમાં થોડી પણ શરમ બાકી હોય તો જમીન પર કોઈ નક્કર કામગીરી કરીને રાજકોટને આ નરકમાંથી મુક્તિ અપાવી શહેરને દેશનું સર્વ શ્રેષ્ઠ સિટી બનાવે છે.
મનપાના ચોપડે આટલી જગ્યાએ થાય છે જાહેરમાં સુ..સુ.., ગંદકીના ગંજ
વોર્ડ નં.1 :
નાણાવટી ચોક આવાસ યોજના પાસે, જાગૃતિ દીપ ફ્લેટ, જુના ગાર્બેજની સામેનો રોડ, શાસ્ત્રિનગર-7 વીરહનુમાન ચોક.
વોર્ડ નં.2 :
રંગઉપવન સોસાયટીના ગેટ પાસે, છોટુનગર ત્રિકોણીય પ્લોટ પાસે, અમરજીતનગરની સામે, બજરંગ્વાડી-5 કોપર સિટી પાછળ.
વોર્ડ નં.3 :
ભીચરીનાકા, બાવાગોરીની શેરી, સ્લમ ક્વાટર્સ સબ સ્ટેશન પાસે, સુરેશપાન પાસે, સંતોષીનગર મંદિર પાસે.
વોર્ડ નં.4 :
ભગવતીપરા-3 નદીપાસે, ભારતપાન સામે ભગવતીપરા મેઇન રોડ, બારદાનવાળી શેરી મોરબી રોડ, જયજવાન જય કિસાન સોસાયટી મેઇન રોડ, આશાપુર ટાવર્સ પાસુ કુવાડવા રોડ, ચામડિયાપરા, ગણેશનગર મેઇન રોડ, લાતી પ્લોટ-9 કોથળાવાળો રોડ, લાતી પ્લોટ-8 પેટ્રોલ પમ્પ પાસે, લાતી પ્લોટ-9 મોહમદભાઇના ડેલા તરીકે ઓળખાતી જુની જગ્યા, લાતી પ્લોટ-11 ખેતરમાં.
વોર્ડ નં.5 :
આડો પેડક રોડ ભરવાડ સમાજની વાડી પાસે પ્રદ્યુમનપાર્ક મેઇન રોડ, ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે, ત્રિવેણી સોસાયટી વોંકળા કાંઠે મારૂૂતિ રત્નદીપ ટીપી રોડ.
વોર્ડ નં.6 :
સંતકબીર રોડ હોકર્સ ઝોન આસપાસ, મયુરનગર મેઇન રોડ ઘુઘરાવાળો પ્લોટ, રોયલ રાજ હોટલ પાસે મહિકા રોડ, માંડા ડુંગર બાલાજી ઇન્ડસ્ટ્રીઝ શેરી નં.1, માંડા ડુંગર રામાપીર મંદિર પાસે, જૈન દેરાસર પાછળ, સાગરનગર મેઇન રોડ ખટારા સ્ટેન્ડ પાસે, સંતકબીર મેઇન રોડ રામાપીર મંદિર પાસે, દૂધસાગર રોડ દૂધની ડેરી પાસે.
વોર્ડ નં.7 :
આસામ પ્લાયુડ પાસે, ભલવાસ ચોક, મહાકાળી મંદિર પાછળ, લોહાનગર બીએસએનએલ ઓફિસ પાછળ, લોહાનગર કસ્ટમ ક્વાટર્સ પાછળ, જૈનવાડી પાસે પ્રહલાદ પ્લોટ-11, દુધ પીઠ, ગુજરીબજાર, ખાંભી કબીર ગેટ પાસે, જેલનો ઝાંપો, ભવાનીનગર-2, જુમા મસ્જિદ ચોક પાસે.
વોર્ડ નં.8 :
હિંગળાજનગર જૈન ઉપાશ્રય પ્લોટ પાસે, નાના મવા આવાસ યોજના, લક્ષ્મીનગર ત્રિશુલ ચોક.
વોર્ડ નં.9 :
ગુરુજીનગર, છેલ્લી આવાસ પામ સિટી પાસે, નટરાજનગર આવાસ યોજના.
વોર્ડ નં.10 :
બ્રહ્મસમાજ અવેડો રૈયા રોડ, એસ.બી.આઇ. બેંક પાસે જલારામ સોસાયટી, જે.કે.ચોક, વૃંદાવન નાલા પાસે, આલાપ હેરીટેજ(સત્યસાંઇ રોડ), કવિ અમૃતઘાયલ હોલ પાસે.
વોર્ડ નં.11 :
ઇન્દ્રપ્રસ્થ હોલની બાજુમા મવડી રોડ, 40 ફૂટ રોડના છેડે, રામપાર્ક આવાસ પાસે, વામ્બે આવાસ યોજના, આંબેડકરનગર રોડ જડુસ હોટલથી રંગનગર બ્રિજ સુધી.
વોર્ડ નં.12 :
ધારા ગેસ રોડ, ન્યુ આકાશદીપ-4, પુનિત 80 ફૂટ રોડ મોહનેશ્વરી મંદિર પાછળ, રસુલપરા કાંગશિયાળી રોડ, સરસ્વતીનગર પટ્ટ ભવાનીનગર તરફ, મવડી બાયપાસ રોડ,, કાંગશિયાળી રોડ સિમેન્ટના ડેલાની સામે, બરકતીનગર ખુલ્લો પ્લોટ ખાડામાં, શક્તિનગર સ્કુલ પાસે.
વોર્ડ નં.13 :
નગનગર-3 પ્લોટમાં, ખોડિયારનગર મેઇન રોડ શાકમાર્કેટ પાસે, તાલુકા શાળા પાસે(આંબેડકરનગર), પાવર હાઉસ ખોડિયાર-1/7, પીએનટી કોલોની સમ્રાટ મેઇન રોડ.
વોર્ડ નં.14 :
માસ્તર સોસાયટી શેરી નં.13 વોંકળા કાંઠે, જેલ રોડ, 80 ફૂટ રોડ ગોપાલનગર કો-ઓપરેટીવ સોસાયટી, વાણિયાવાડી વોંકળાના કાંઠે, ગુંદાવાડી શાકમાર્કેટ.
વોર્ડ નં.15 :
ખોડિયારનગર સ્વાતિ પ્લોટ, ગુજરાત વુડન પાસે આંબેડકરનગર 11 સામે, ભારતનગર મંદિર પાસે, ખોડિયારપરા 7/8 પાસે, મચ્છી માર્કેટ કુબલિયાપરા, થોરાળા પોલીસ ચોકડી પાસે, નવા થોરાળા મેઇન રોડ પર ડો.મુછડિયાના દવાખાના પાસે, થોરાળા ચક્કર પાસે, શાળા નં.66 પાસે.
વોર્ડ નં.16 :
નિલકંઠ સિનેમા પાસે મેહુલનગર મેઇન રોડ, ગોકુલનગર-3, નંદા હોલ સામે કોઠારિયા મેઇન રોડ, કાવેરી એપાર્ટમેન્ટ પાસે 80 ફૂટ રોડ, બોક્સના કારખાના પાસે.
વોર્ડ નં.17 :
ખોડિયાર ટેકરી સર્વિસ રોડ, રાજલક્ષ્મી મેઇન રોડ પ્લોટ પાસે, નવરંગ પારડી રોડ રાધાક્રિષ્ના સોસાયટી, અટિકા-7 શિવશક્તિ ટ્રાવેલ્સ સામે, પરમેશ્વર શેરી નં.3, આવાસ યોજના ગેટ પાસે પારડી રોડ, બાબરિયા 3/6 કોર્નર, સિંદુરિયા ખાણ સહકાર રોડ પાસે.
વોર્ડ નં.18 :
80 ફૂટ રોડ બોલબાલા માર્ગ, કોઠારિયા રેલવે સ્ટેશન પાસે, રિધ્ધિ સિધ્ધિ નાલા નીચે, ગણેશનગર મેઇન રોડ સોલ્વન્ટ
