ઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોત

ઓગસ્ટના રોજ ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ભારે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુતી બળવાખોરોના ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા…

ઓગસ્ટના રોજ ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ભારે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુતી બળવાખોરોના ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવાઈ હુમલામાં હુતી વડા પ્રધાન અહેમદ અલ-રાહવીનું મોત થયું છે. આ ઉપરાંત હુતી સંરક્ષણ પ્રધાન મોહમ્મદ અલ-અતી અને ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અબ્દુલ-કરીમ અલ-ઘમારીને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમના મૃત્યુની આશંકા છે.

હકીકતમાં, આ હુમલાઓ પહેલા, હુતી બળવાખોરોએ ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલા પછી જ ઇઝરાયલી સેના (IDF) એ બદલો લીધો અને યમનની રાજધાની પર બોમ્બમારો કર્યો. ઈંઉઋ એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમે હુતી લડવૈયાઓના લશ્કરી ઠેકાણા અને રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યા છે.

યમનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે, જ્યારે 90 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રાજધાની સનામાં ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ છે અને રાહત અને બચાવ ટીમો કાટમાળ દૂર કરવા અને લોકોને હોસ્પિટલ લઈ જવામાં સતત રોકાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *