તણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી

  રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે. ભૂકંપનો…

 

રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે.

ભૂકંપનો વીડિયો એટલા ભયાનક છે.રશિયામાં સુનામી પછી સામે આવેલી એક વીડિયો ક્લિપમાં, દરિયા કિનારે ડૂબી ગયેલી ઇમારતો અને નદીની જેમ જમીન પર પાણી વહેતું જોઈ શકાય છે. પાણીના મોજા નાના ઘરો અને કારને તણખલાની જેમ પાણીમાં તણાયા અને મોટી ઇમારતો પણ તોડી નાખી.

https://x.com/nicksortor/status/1950360873215688784

રશિયામાં આવેલા આ વિનાશક ભૂકંપ પછી, સમુદ્રમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા, જે વિનાશ મચાવી રહ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, સુનામીના મોજા ચાર મીટર ઊંચા હતા. આ જોરદાર મોજાઓએ ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે.

રશિયામાં આવેલા ભૂકંપ પછી, ચીન, પેરુ અને ઇક્વાડોર સહિત પેસિફિક મહાસાગરના ઘણા દેશોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આનાથી સમગ્ર પેસિફિક ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે. રશિયા, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ (હવાઇ અને અલાસ્કા), ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ દેશોમાં તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક ભૂકંપના કેન્દ્રની નજીકના ઘણા વિસ્તારોમાંથી, ખાસ કરીને કામચાટકા દ્વીપકલ્પમાં, લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું, કારણ કે 3-4 મીટર (10-13 ફૂટ) ઊંચા સુનામી મોજાઓની ચેતવણી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *