રાજકોટ-જામનગર હાઇવે ઉપર તરધડીમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલમાં નોકરી કરતા અને બાજુમાં પાનનું દુકાન ચાલવતા યુવાન ઉપર બાજુમાં આવેલ મસાલા ડાયરી હોટલના મેનેજરે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ તરધડીમાં આવેલ રાધે કાઠીયાવાડી હોટલમાં નોકરી કરતા અને બાજુમાં પાનનું દુકાન ચાલવતા રાજભાઈ પાંચાભાઈ મુંધવાએ નોંધાવેલી ફરિયાદમાં મસાલા ડાયરી હોટલના મેનેજર ભાવેશ ડોડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.23/12/2025 ના રોજ રાધે કાઠીયાવાડી હોટલ નજીક પોતાની પાનની દુકાને હતો ત્યારે આશરે સાંજના છ એક વાગ્યે અમારી દુકાને અમારી બાજુમા આવેલ મસાલા ડાયરી હોટલ વાળા ભાવેશભાઈ ડોડીયા આવેલ અને રાજભાઈને જણાવેલ કે તારા ક સ્ટમર બધા અમારા બાથરૂૂમમાં આવે છે હવે જો ત્યાં બાથરૂૂમ કરવા માટે આવશે તો તારી પાસે બાથરૂૂમ સાફ કરાવીશ જે થી મે કહેલ કે કસ્ટમર જો મારૂૂ નામ આપે કે આ રાજભાઇ એ મને મોકલેલ છે તો તમે મને કહી શકો અને અમારી હોટ લમાં પણ બાથરૂૂમ છે અને મને પુછવા આવે તો હું અમારી હોટલમાજ મોકલુ છું જેથી તે ગાળો દેવા લાગેલ અને અને હુમલો કર્યો હતો.
ત્યારે ત્યાં ફાકી ખાવા આવેલ નવધણભાઇ જુજા એ તેને છોડાવેલ અને ત્યારે ભાવેશે જતા જતા કહેલ કે તુ હવે બહારના નિકળતો નહીતર મારી નાખીશ છરો તો મારી પાસે હોટલમાં પડેલ છે અને તેમજ હોટલના ચાની દુકાન વાળા રાકેશભાઈ બાબુભાઇ તરાલ ને પણ તેઓ જે મફાવે તેમ ગાળો આપી હતી. આ મામલે ઈજાગ્રસ્ત રાજભાઈને પડધરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
