ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ

ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર…

ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ

ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા યુવકને વોટ્સએપ મારફતે યુવતી સાથે ઓળખાણ કરાવી, ધોકડવા બોલાવી, નકલી પોલીસ બની મારકૂટ કરી રૂૂ. 2.05 લાખથી વધુની રકમ પડાવી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા વિઠ્ઠલભાઈ રૂૂપાભાઈ ની વોટ્સએપ મારફતે શિવાની પટેલ નામની યુવતી સાથે ઓળખાણ કરાવવા માં આવી હતી. યુવતીએ વિશ્વાસ સંપાદન કરી વિઠ્ઠલ ભાઈને ધોકડવા જવાના બહાને અંબાડા ગામનાપાટિયા પાસે બોલાવ્યા હતા.

વિઠ્ઠલભાઈ ત્યાં પહોંચતા જ કાળા રંગની કારમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા. આરોપીઓએ પોતેજૂનાગઢ પોલીસ હોવાનું જણાવી યુવકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ વિઠ્ઠલભાઈને કારમાં બેસાડી મારકૂટ કરી અને કેસમાંથી છોડાવવા માટે રૂૂપિયાની માંગણી કરીહતી. ડરનામા હોલમાં વિઠ્ઠલભાઈએ પોતાના ઘરેથી રૂૂ. 20 હજાર મિત્ર પાસેથી રૂૂ. 15 હજાર તેમજ સ્વામી મારફતે રૂૂ. 1.70 લાખમેળવી કુલ રૂૂ. 2.05 લાખ આરોપીઓને આપી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ફરિયાદ અનુસાર, આરોપીઓએ રૂૂપિયા લીધા બાદ પણ ધમકીનો દોર ચાલુ રાખ્યો હતો. હજુ 3 લાખ નહીં આપે તો ડ્રગ્સ કેસમાં ફસાવી ન્યૂઝમાં નામ આપીશુંકહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં શિવાની પટેલ સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવતી વખતેસાવચેતીરાખવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિકજાણકરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *