શુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાં

રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, લોકોને પણ સાંભળશે કાલે કચ્છ, સાંજે મોરબીમાં કાર્યક્રમો, રાત્રીરોકાણ પણ રાજકોટમાં કરે તેવી શક્યતા તૈયારી માટે પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકો…

રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, લોકોને પણ સાંભળશે

કાલે કચ્છ, સાંજે મોરબીમાં કાર્યક્રમો, રાત્રીરોકાણ પણ રાજકોટમાં કરે તેવી શક્યતા

તૈયારી માટે પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજતા આઈ.જી.

રાજકોટ રેન્જના નવ નિર્મિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું શુક્રવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થનાર હોય જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે રાજકોટમાં આવનાર હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકોટ રેન્જ આઈજી કચેરી ખાતે પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના લોકાર્પણ અને ગૃહ રાજ્યમંત્રીના સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વની ચર્ચાઓ કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે સંભવત: ગુરૂવારે સાંજે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં આવશે. અને રાત્રી રોકાણ રાજકોટ ખાતે કરે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે તેને લઈને રાજકોટ રેન્જ તેમજ ગ્રામ્ય પોલીસ અને શહેર પોલીસે બંદોબસ અને અન્ય વ્યવસ્થાઓને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ગૃહરાજ્યમંત્રી રાજકોટમાં અરજદારોને પણ સાંભળશે.

રાજકોટના જામટાવર પાસે કલેક્ટર બંગલાની નજીક છેલ્લા ઘણા વખતથી નિર્માણ થતાં રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમપોલીસ સ્ટેશનનું શુક્રવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાલે બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. કાલે ગુરૂવારે ગૃહમંજ્ઞત્રી હર્ષ સંઘવી કચ્છ અને ત્યાર બાદ સાંજે મોરબી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર હોય ત્યારબાદ રાજકોટ ખાતે રેન્જના સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન માટે રાજકોટ આવનાર હોય ત્યારે સંભવત: ગુરૂવારે સાંજે ગૃહમંત્રી રાજકોટ પહોંચશે અને રાત્રી રોકાણ પણ રાજકોટમાં જ કરે તેવી શક્યતા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટમાં આગમન પૂર્વે આજે સુરક્ષા વ્યવસ્થા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના લોકાર્પણને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાથે જિલ્લા પોલીસ વડાહિમકરસિંહ, સુરેન્દ્રનગર એસ.પી. ગીરીશ પંડ્યા, મોરબી એસ.પી. રાહુલ ત્રિપાટી, દેવભૂમિ દ્વારકાના એસ.પી. નિતેષ પાંડે તથા જામનગર એસ.પી. પ્રેમશુખ ડેલુ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રેન્જ આઈજી દ્વારા લોકાર્પણના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે તો તેને લઈને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પણ પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીના આ કાર્યક્રમને લઈને મહત્વની ચર્ચાઓ થઈ હતી.

રેન્જના પાંચ જિલ્લામાં હાલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. પરંતુ રેન્જના આ પાંચ જિલ્લા ઉપરાંત શહેરના જામટાવર ખાતે કલેક્ટરના બંગલા પાસે નિર્માણ પામેલા રાજકોટ વિભાગના આ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના બે પીઆઈ, ત્રણ પીએસઆઈ સહિત 30 પોલીસ કર્મચારીની ટીમ કાર્યરત છે. રાજકોટ સહિતના પાંચ જિલ્લાઓમાં બનતા સાયબર ક્રાઈમ અને છેતરપીંડીના ગુનાઓમાં સાયબરક્રાઈમ પોલીસ સ્ટેશન હવે કામ કરશે પાંચ લાખથી ઉપરની છેતરપીંડીના બનાવોમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તપાસ કરી આવા સાયબર માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. જેને લઈને આ આધુનિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિષ્ણાંતોની પણ નિમણુંક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સાંજે રાજકોટમાં
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી રવિવાર, જુલાઈ 27 ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેરના ન્યારી ડેમ નજીક આવેલા રેજન્સી લગૂન રિસોર્ટ ખાતે સરદારધામ દ્વારા આયોજિત ભૂમિવંદન સમારોહ માં સાંજે 5:00 વાગ્યે હાજરી આપશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં અન્ય એક ખાનગી કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, તેમજ સાંસદ પરશોત્તમ રૂૂપાલા સહિતના અગ્રણી નેતાઓ પણ સરદારધામના ભૂમિવંદન સમારોહમાં હાજર રહેશે. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિને કારણે કાર્યક્રમ સ્થળે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *