Connect with us

આંતરરાષ્ટ્રીય

હોલિવૂડ સ્ટાર જેનિફર લોપેઝને દેવ પટેલ સાથે કામ કરવું છે

Published

on


જેનિફર લોપેઝનું હોલિવૂડની ફિલ્મોમાં બહુ જાણીતું નામ છે. પરંતુ તાજેતરમાં જેનિફરે ભારતી. કલાકાર દેવ પટેલની પ્રશંસા કરી હતી અને તેમજ તેને દેવની ફિલ્મો જોવી ગમે છે તેવું પણ કહ્યું હતું. તાજેતરમાં જ જેનિફરે પોતાની સાઇફાઈ થ્રિલર ફિલ્મ પએટલાસથ વિશે એક ઇન્ટર્વ્યુમાં દેવ પટેલનાં ટેલેન્ટ અને સિનેમામાં તેના પ્રદાન વિશે પણ વાક કરી હતી.


જેનિફરે ખૂબ ઉત્સાહપૂર્વક દેવનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. લોપેઝે દેવ પટેલના કામના વખાણ કરતાં કહ્યું કે એક મૌલિક અને અનોખો પ્રતિસાદ આપતો કલાકાર છે. સાથે જેનિફરે દેવની ઓડિયન્સને સ્પર્શી જતી એક્ટિંગ સ્કિલના પણ વખાણ કર્યા હતા.


એક તરફ જેનિફર લોપેઝના ફેન્સ તેની અને દેવ પટેલની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલ 54 વર્ષની જેનિફર સાઇફાઈ થ્રિલર એટલાસનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે એક ડેટા એનાલિસ્ટ એટલાસ શેફર્ડની મુખ્ય ભૂમિકામાં છે. જેમાં જેનિફરે આખી ફિલ્મમાં પોતાની હેરસ્ટાઇલ દ્વારા પોતાના કેરેક્ટરની જર્ની બતાવી છે. આ કેરેક્ટર વિશે વાત કરતાં જેનિફરે કહ્યું કે, આ ફિલ્મમાં કેરેક્ટરની હેરસ્ટાઇલ મહત્વની છે.

આંતરરાષ્ટ્રીય

દશેરા પહેલાં ડોલર સામે રૂપિયો 84ના નવા તળિયે

Published

on

By

સરકાર-આરબીઆઈના લાખ પ્રયત્ન છતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને ઓઈલના ભાવમાં ભડકાથી નારિયેળની જેમ રૂપિયો ગગડ્યો


ભારતીય રૂૂપિયો આજે અમેરિકી ડોલર સામે 7 પૈસાથી વધુ તૂટી 84.05ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં આરબીઆઈની દખલગીરીથી ડોલર સામે રૂૂપિયાનું સ્તર જાળવી રાખવામાં આવતા તે 83.50 પર સ્થિર થયો હતો. પરંતુ ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીના કારણે અંતે ડોલર સામે 84નું લેવલ ક્રોસ કરી ઓલટાઈમ લો થયો હતો.


મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચતાં રૂૂપિયો નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 10 ટકાથી વધુ ઉછળ્યું હતું. ગઈકાલે પણ 3.5 ટકાથી વધુ ઉછળી 79.1 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠો અને આયાત પર અસર થઈ છે. ભારતે 2023-24માં 138 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું.


વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એફઆઈઆઈએ રૂૂ. 54231.90 કરોડની વેચવાલી નોંધાવી છે.જેની અસર પણ રૂૂપિયા પર થઈ છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ફેડ વ્યાજના દરોમાં ઘટાડો કરવાનું હાલપૂરતુ સ્થગિત કરે તેવી અટકળો વચ્ચે વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચી રહ્યા છે.

704.9 અબજ ડોલરનું રિઝર્વ આરબીઆઈ રૂપિયાને તૂટતો અટકાવશે?
આરબીઆઈ દ્વારા રૂૂપિયાનું સ્તર જાળવી રાખવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર, 27 સપ્ટેમ્બર સુધી દેશની ફોરેક્સ રિઝર્વ વધી 704.9 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચી હતી. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે આરબીઆઈએ સોમવારે અનૌપચારિક રીતે બેન્કોને રૂૂપિયા સામે મોટો દાવ ન રમવા સૂચના આપી હતી.

Continue Reading

Sports

પાકિસ્તાનની શરમજનક હાર, 147 વર્ષમાં પહેલીવાર કોઈ ટીમ સાથે આવી સ્થિતિ,ઈંગ્લેન્ડે કરી ધોલાઈ

Published

on

By

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મુલતાન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે એક દાવ અને 47 રને જીત મેળવી હતી. પાકિસ્તાન માટે આ તેમના ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક હાર છે. આ હાર સાથે પાકિસ્તાન ક્રિકેટના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેની ટીમને એવી હારનો સામનો કરવો પડ્યો છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અન્ય કોઈ ટીમે સહન કર્યો ન હતો.

પાકિસ્તાન ક્રિકેટ માટે સૌથી શરમજનક દિવસ
પાકિસ્તાનની ટીમે આ મેચની પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેણે મેચની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી હતી. મેચના પહેલા સાડા ત્રણ દિવસ સુધી રમત ડ્રો તરફ આગળ વધી રહી હતી, પરંતુ ચોથા દિવસના છેલ્લા સત્રથી મેચે એવો વળાંક લીધો કે પાકિસ્તાનને ઇનિંગ્સ અને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પહેલી ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા બાદ પણ કોઈ ટેસ્ટ મેચ ઈનિંગથી હારી ગઈ હોય.

ઈંગ્લેન્ડ ટીમનું જોરદાર પ્રદર્શન
556 રનના જવાબમાં ઈંગ્લેન્ડે 150 ઓવરમાં 823 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 267 રનની લીડ મેળવી હતી. પરંતુ આ સપાટ પીચ પર પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 220 રનમાં જ સમેટાઈ ગયો, જેના કારણે તેને ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો. રમતના અંતિમ દિવસે પાકિસ્તાને 152 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને તેના હાથમાં 4 વિકેટ બાકી હતી. પરંતુ પાકિસ્તાનની ટીમ પાંચમા દિવસે મેદાન પર એક પણ સેશન ટકી શકી ન હતી.

જો રૂટ અને હેરી બ્રુક જીતના હીરો હતા
આ મેચમાં જો રૂટ અને હેરી બ્રુકે પાકિસ્તાની બોલરોની શાનદાર બેટિંગની પ્રશંસા કરી હતી. જો રૂટે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા જ્યારે હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી અને 317 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો. બીજી તરફ, બંને ખેલાડીઓ વચ્ચે 454 રનની ભાગીદારી થઈ હતી, જે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ વિકેટની સૌથી મોટી ભાગીદારી છે.

Continue Reading

Sports

22 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ટેનિસ સ્ટાર રાફેલ નડાલ સંન્યાસ લેશે

Published

on

By

નવેમ્બરમાં ડેવિસ કપ ફાઇનલ છેલ્લી ટૂર્નામેન્ટ હશે


સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના શાનદાર કરિયરમાં 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યાં છે. નડાલની છેલ્લી ટુર્નામેન્ટ નવેમ્બરમાં માલાગામાં યોજાનાર ડેવિસ કપ ફાઇનલ હશે. તેણે આ વર્ષની શરૂૂઆતમાં પેરિસ ઓલિમ્પિક પછી કોઈ મેચ રમી નથી. ડેવિસ કપ ફાઇનલમાં સ્પેનનો સામનો 19થી 21 નવેમ્બર વચ્ચે ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે હશે.


ઈજાના કારણે ગ્રુપ સ્ટેજમાં ભાગ ન લેવાના કારણે નડાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.તેણે એક વીડિયો મેસેજમાં કહ્યું, હું આપને જણાવવા માંગુ છું કે, હું પ્રોફેશનલ ટેનિસમાંથી સન્યાસ લઈ રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષો મારા માટે મુશ્કેલીથી ભરેલા રહ્યા. ખાસ કરીને છેલ્લા બે વર્ષ. સ્પેનના રાફેલ નડાલ મહાન ટેનિસ ખેલાડીમાંથી એક છે. 3 વર્ષની ઉંમરે જ રાફેલે રેકેટ પકડ્યું હતું. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તેણે અંડર 12નો ખિતાબ જીત્યો હતો.


નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ ખિતાબ જીત્યાં છે. 12 વર્ષની ઉંમર સુધી નડાલ ટેનિસ અને ફૂટબોલ બંને રમતા હતા. પરંતુ તેના કાકા કહેતા કે તે ટેનિસમાં જ પોતાનું કરિયર બનાવે. નડાલના કાકાનું નામ ટોની નડાલ હતું. જે એક જાણીતા ફૂટબોલર હતા.


નડાલના નામે સૌથી વધુ 14 ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતવાનો રેકોર્ડ છે. તેના સૌથી મોટા પ્રતિસ્પર્ધી રોજર ફેડરરે તેની આ સિદ્ધિને રમતમાં સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ગણાવી. નડાલ સિંગલમાં કરિયર ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરનાર માત્ર 3માંથી 1 છે. તેણે 2010માં સિંગલ કરિયર ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આવું કરનાર તે ઓપન એરામાં સૌથી ઓછી ઉંમરના ખેલાડી બની ગયા હતા.

Continue Reading
ગુજરાત1 min ago

ખેડૂતોને ડાકિયા દ્વારા ઘરે બેસીને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ

ક્રાઇમ2 mins ago

બે વર્ષ પહેલાં મિત્રએ સાચવવા આપેલી પિસ્તોલ સાથે ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

ગુજરાત4 mins ago

બેડીપરામાં હીંચકાની દોરી ગળામાં ફસાઇ જતા ધો.7ના વિદ્યાર્થીનું મોત

ગુજરાત7 mins ago

DRUCCમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશીની નિમણૂક

ગુજરાત8 mins ago

કલેક્ટર તંત્ર દ્વારા નાગરિક બેંકના બે ડિફોલ્ટરોની મિલકતોનો કબજો લેવાયો

ગુજરાત13 mins ago

માંડા ડુંગરમાં શેરીમાં રમતા પોણા બે વર્ષના બાળક પર ટ્રક ફરી વળતા મોત

ક્રાઇમ20 mins ago

હરીપર(પાળ)માં માતાજીના મઢે નિવેદમાં ભત્રીજા ઉપર કાકા સહિતનાનો હુમલો

ગુજરાત20 mins ago

આવતીકાલે રાજ્યના સૌથી ઉંચા રાવણનું રાજકોટમાં દહન

ક્રાઇમ23 mins ago

ભગવતીપરામાં સફાઇ કામદારના ઘરે તસ્કરો ત્રાટકયા: 1.37 લાખ મતાની ચોરી

રાષ્ટ્રીય24 mins ago

વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ લાઓ-પીડીઆરના વડાને પટોળાની ભેટ આપી

રાષ્ટ્રીય1 day ago

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

ક્રાઇમ2 days ago

શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું

રાષ્ટ્રીય2 days ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત2 days ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત23 hours ago

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

આંતરરાષ્ટ્રીય2 days ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત2 days ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત2 days ago

હિરાસર એરપોર્ટ બનતા ગરીબોનો આશરો છીનવાયો

ગુજરાત23 hours ago

આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

ગુજરાત23 hours ago

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

Trending