આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલ

  ‘હોળાષ્ટક’ હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી શરૂ થશે અને 3 માર્ચ સુધી…

 

‘હોળાષ્ટક’ હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી શરૂ થશે અને 3 માર્ચ સુધી રહેશે. લોકોનું માનવું છે કે, આ આઠ દિવસો દરમિયાન કોઈ નવું કે શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમય ભક્તિ અને પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ આઠ દિવસ આ 5 રાશિના જાતકો માટે મુશ્કેલ બનશે અને લોકોના જીવનમાં સંકટના વાદળ છવાઈ શકે છે. મેષ, કર્ક , સિંહ , વૃશ્ચિક અને કુંભ રાશિ માટે હોળાષ્ટક અશુભ છે.

મેષ રાશિ

મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે, જે હોળાષ્ટકના એક દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં જઈને રાહુ-સૂર્ય જેવા ઉગ્ર ગ્રહ સાથે યુતિ કરશે. જેના કારણે આ રાશિના જાતકોને ધન-સંપત્તિ સંબંધિત નુકસાન થઈ શકે છે. આ સાથે તણાવ, વિવાદની સ્થિતિ ઉભી થવાની શક્યતા છે. તેમજ સ્વાસ્થ્યની સમસ્યા સંભવિત છે.

કર્ક રાશિ

હોળાષ્ટક દરમિયાન કર્ક રાશિના જાતકોને સ્વસ્થ્ય સંબંધિત સમસ્યા ઉભી થઈ શકે છે. એટલે તબિયતનું ધ્યાન રાખવું. આ સાથે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું. કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને હોળાષ્ટકમાં જોખમ લેવું ભારી પડી શકે છે. કરિયર સંબંધિત બેદરકારી ન કરવી. ધંધામાં સમજી વિચારીને નિર્ણય લેવો. અચાનક ખર્ચ વધશે, જેના કારણે બજેટ ખોરવાશે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

હોળાષ્ટક દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ધીરજ રાખવી અને સંભાળીને કામ કરવું આવશ્યક છે. આર્થિક સમસ્યા આવશે. સંબંધમાં મતભેદ ઉભા થશે.

કુંભ રાશિ

કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, રાહુ જેવા ઉગ્ર ગ્રહ રહેશે અને આ રાશિના જાતકોને મોટું નુકસાન થઈ શકે છે. દુર્ઘટના થઈ શકે છે, પૈસા ફસાઈ શકે છે, તબિયત બગડી શકે છે. આ સમયે રોકાણ ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *