હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા

ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…

ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના

રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો હતો ત્યારે રીબડા પાસે અજાયણા ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં બે બાળક સહિત ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અભયભાઇ અતુલભાઇ મુંજારીયા (ઉ.વ.23)ની રિક્ષામાં બેસી તેના નાનાભાઇની પત્ની પાયલબેન અજયભાઇ મુંજારીયા (ઉ.વ.25), તેની પુત્રી પલકબેન મુંજારીયા (ઉ.વ.12) અને પુત્ર નૈતિક મુંજારીયા (ઉ.વ.2) ગોંડલના રીબડા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણયા ટ્રેક્ટરના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બે બાળકો સહિત ત્રણને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં રાજકોટનો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *