જેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોત

ભાયાવદરમાં 20 ફૂટ જેટલી ઉંચાઈએથી પટકાયેલા વૃધ્ધે દમ તોડ્યો જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો…

ભાયાવદરમાં 20 ફૂટ જેટલી ઉંચાઈએથી પટકાયેલા વૃધ્ધે દમ તોડ્યો

જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાનનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતા રમેશ કમલસિંહ મોરીયા (ઉ.35) ત્રણ દિવસ પૂર્વે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ભાયાવદરમાં રહેતા મનસુખભાઈ કેશવભાઈ પરસાણીયા (ઉ.69) પોતાના ઘરે હતાં ત્યારે આશરે 20 ફુટ જેટલી ઉંચાઈએથી અકસ્માતે નીચે પટકાયા હતાં.
વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ઉપલેટા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *