બામણબોર ગામે હિટ એન્ડ રન, રિક્ષાની ઠોકરે બાઈકચાલકનું મોત

3 દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડયો રાજકોટ ચોટીલા હાઈ-વે પર આવેલા બામણબોર ગામે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતો યુવાન…

3 દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડયો

રાજકોટ ચોટીલા હાઈ-વે પર આવેલા બામણબોર ગામે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતો યુવાન બાઈક લઈ જતો હતો ત્યારે રીક્ષા ચાલકે ઠોકરે ચડાવતાં તેને ગંભીર ઈજા થતાં ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ બામણબોર ગામે રહેતો રોહિત લલિતભાઈ મકવાણા (ઉ.30) નામનો યુવાન ગત તા.5નાં બપોરે પોતાનું બાઈક લઈ વાડીએથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રોહિતને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં આજે તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રોહિત બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રનાં મોતથી કોળી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *