સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ

ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…

ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ

’સાહેબ આ બેનને શ્વાસ ચડે છે, ને તે પ્રેગ્નન્ટ પણ છે’, દર્દી સાથે આવેલા સંબંધીએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ થવા વિનંતી કરી. સગર્ભા મહિલા દર્દીને જોતાં જ આ કેસ એક મોટી ચેલન્જ બની રહેશે તેવું વિભાગના વડા ડો. કમલ ગોસ્વામીને લાગ્યું, તેનું કારણ હતું દર્દીનું ભારેખમ વજન. ડો. ગોસ્વામી જણાવે છે કે, સામાન્ય રીતે અહીં 100 કિલો આસપાસ વજનના અનેક પ્રસૂતા દર્દીઓ આવે છે, પરંતુ આ મહિલાનું વજન સિવિલના ઈતિહાસમાં આવેલા કેસોમાં સૌથી વધારે 180 કિલો હતું. જેનું બી.એમ.આઈ. (ચરબીનું પ્રમાણ) નોર્મલ કરતા ડબલ એટલે કે 65 હતું.જેના કારણે તેની પ્રસૂતિમાં કોપ્લિકેશન ઊભા થઈ શકે, વળી તેમના માટે ખાસ બેડ અને અન્ય ટેક્નિકલ સપોર્ટ પણ ઊભો કરવો પડે.

ડો. ગોસ્વામી અને વિભાગના સિનીયર ડો. મેહુલ પરમાર, ડો. જલ્પાબેન રાઠોડ અને તેમની ટીમે આ ચેલેન્જ સ્વીકારી દર્દીની સારવાર શરૂૂ કરી. સૌપ્રથમ દર્દીને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા.અહીં તેમના તમામ રિપોર્ટ્સ કરવામાં આવ્યાં. જે નોર્મલ આવ્યા, પરંતુ દર્દીની પ્રસૂતિ સમયે લોહીની ગાંઠ બની ફેલાય તો હૃદય સહિતના ઓર્ગનને કારણે ગંભીર મુશ્કેલીની સંભાવનાને ધ્યાને લઈ ઇન્જેક્શન અને દવા શરૂૂ કરી હતી.

પ્રસૂતિ પહેલા ગાયનેક ડો. જલ્પાબેન રાઠોડ, ડો. મેહુલ પરમાર જણાવે છે કે, મહિલાના શરીરની સાઈઝ અને વજન મુજબ ખાસ બર્ફિંગ બેડની વ્યવસ્થા કરાઈ, જો સિઝેરિયન કરવું પડે તો તેના માટે ઓપરેશન થિએટરમાં જરૂૂરી સાધનો અને બેડની વ્યવસ્થા ઊભી કરાઈ.બ્લડ બેંકમાં લોહી માટે તૈયારી રખાઈ. બાટલા ચડાવવા પડે તો હાથમાં નસની જગ્યાએ સેન્ટ્લ લાઈન કરાઈ. એનેસ્થેટીસ્ટ, ફિઝીશ્યન સહિત આઠ ડોક્ટર્સની બે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી. પ્રસૂતિ દરમ્યાન ડો. જલ્પાબેન જણાવે છે કે, પ્રસૂતિનો સમય નિશ્ચિત કરવા ગત રોજ સવારથી દવાઓ આપવામાં આવી, જેથી સમયમાં તેમની પ્રસૂતિ થઇ શકે. સિઝેરિયન કરવું પડે તે પરિસ્થિતીમાં ઓપરેશન થીએટર, મોટા સર્જીકલ સાધનો, બાળકના હૃદયના ધબકારા સાંભળવામાં મુશ્ક્લી ના પડે તે માટે સોનોગ્રાફી મશીન સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. ગઈકાલે તા.30 જુલાઈના રોજ રાત્રિના 2:30 કલાકે દર્દી કૈલાશબેનની સફળ પ્રસૂતિ બાદ બાળક અને માતાને કોઈ મુશ્ક્લી ના થાય તે માટે ટેક્નિકલ સ્ટાફ અને વિશેષ મેડિસીન ચાલુ રાખવામાં આવી હોવાનું ડો.

જલ્પા જણાવે છે. પ્રસૂતા મહિલા કૈલાશબેન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામના વાતની છે. તેમના પતિ ખેત મજૂરી કામ કરે છે. રાજકોટ સિવિલ ખાતે તેઓ ગત તા. 16 જુલાઈના રોજ દાખલ થયેલા, તેઓની છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી સારવાર અને ચોથા બાળકના જન્મથી ખુશી વ્યક્ત કરતા તેઓએ કહ્યું હતું, કે આજે સૌ તબીબોની મહેનતના કારણે હું જીવીત છું, રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફનો તેમણે લાગણીપૂર્વક આભાર માન્યો છે. અતિ મેદસ્વિતા ધરાવતા કૈલાશબેનની સફળ પ્રસૂતિમાં જુનિયર રેસીડન્ટ ડોક્ટર્સની ટીમમાં ડો. દિપાલી, ડો. આચલ, ડો. ચિત્રા, ડો.ઐશ્વર્યા ઝવેરી, ડો યોગીતા, ડો સ્નેહા, ડો સંગઠન, ડો દિપાલી, ડો આંચલ ફિઝિશિયન ડો. પ્રફુલ દુધરેજીયા, ડો પ્રશાંત તેમજ નર્સિંગ અને સપોર્ટીંગ સ્ટાફની ભૂમિકા મહત્વની રહી.

સિવિલ અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાના માર્ગદર્શનમાં રાજકોટ સિવિલ ખાતે સગર્ભા મહિલાઓ અને બાળ દર્દીઓ માટે એમ.સી.એચ. વિભાગ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *