ગોંડલ ઝોન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે હિરેનભાઇ ખુંટની વરણી

મંડળની વાર્ષિક સાધારણ સભામાં સભ્યો, કારોબારી ટીમની કરાઇ નિયુક્તિ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગોંડલ ઝોન ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકા ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન…

મંડળની વાર્ષિક સાધારણ સભામાં સભ્યો, કારોબારી ટીમની કરાઇ નિયુક્તિ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગોંડલ ઝોન ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકા ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન સેન્ટ મેરી સ્કુલ ખાતે રાખવામાં આવ્યું હતું. બેઠકમાં બહોળી સંખ્યામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના સંચાલકોએ હાજરી આપી હતી અને શિક્ષણ જગતને તેમજ સંચાલકોને લગતા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચાલુ વર્ષ ગોંડલ ઝોનના કારોબારી સભ્યોની નિયત મુદત પૂર્ણ થતી હોવાથી, મંડળના વરિષ્ઠ અગ્રણીઓ ડાંગર, અશોકભાઈ ઘોણીયા , ઋષિભાઈ વિરડીયા, સંદીપભાઈ છોટાળા, અખિલેશભાઈ ત્રિવેદી તેમજ પ્રતિપાલસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નવી કારોબારીની રચના પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવી વરાયેલી કારોબારી ટીમમાં ગોંડલ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે હિરેનભાઈ ખુંટ (મોવિયા) અને મહામંત્રી તરીકે જયેશભાઇ રામાણી (રામોદ)ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સંગઠનને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે.

જેમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ કાકડિયા (દાળિયા), ખજાનચી નૈમિષભાઈ દૂસરા (ગોંડલ), પ્રવક્તા જીજ્ઞેશભાઈ ત્રિવેદી (ગોંડલ), કારોબારી સભ્ય હાર્દિકભાઈ ભુવા (સુલતાનપુર), કારોબારી સભ્ય શરદભાઈ અઘેરાં (શાપર વેરાવળ) નો સમાવેશ થાય છે. સભાના અંતે ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનો અને સર્વે શાળા સંચાલક મિત્રોએ નવનિયુક્ત કારોબારી ટીમને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી વધાવી લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ આગામી સમયમાં ખાનગી શાળાઓના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે અને ગોંડલ-કોટડા સાંગાણી ઝોનમાં શિક્ષણ સ્તરને વધુ ઉચ્ચાઇ પર લઈ જવા માટે કટિબદ્ધ રહેશે. સેન્ટ મેરી સ્કુલના યજમાન પદે યોજાયેલી આ સભા ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *