પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા…

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે અપહરણ અને નાણાકીય વ્યવહારના મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હિરલબાની ધરપકડ કરી પ્રથમ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન બે વખત તેમની તબિયત લથડતાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ સ્વસ્થ થતાં પોલીસે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 9 મે ના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં પ્લોટના દસ્તાવેજો, ચેક અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કર્યા છે. કોર્ટે રિમાન્ડની માગણી અને જામીન અરજી બંને નામંજૂર કરતાં હિરલબા જાડેજાને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *