અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. પકડાયેલી 80 યુવક-યુવતીઓમાંથી હાલમાં પોલીસે 38 જેટલી યુવતીઓને નૉટિસ આપી છોડી મુકવામાં આવી હતી.
વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી હતી. આ રેડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે આગળની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં AVની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો. સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
