જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોસી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પકડી પાડ્યું છે, અને જુગાર રમવા માટે આવેલી એક મહિલા અને વાડી માલિક તેમજ મોરબી જેતપુર પંથકના જુગારીયા તત્વોની પોલીસે અટકાયત કરી લઈ બનાવનારલ સ્થળેથી રૂૂપિયા પોણા પાંચ લાખની રોકડ રોકડ રકમ, કાર અને મોબાઈલ સહિત રૂૂપિયા 9.88 લાખની માલમતા કબજે કરી છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતીવાડી ધરાવતા કુમનભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી નામના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બહારથી કેટલાક જુગારીયા તત્વો ને આસપાસના પંથક માંથી બોલાવીને જુગારધામ ચલાવી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પંચકોશી એ. ડિવિઝનના પીઆઇ એમ.એન. શેખ અને તેઓના સ્ટાફના નિર્મળસિંહ જાડેજા તેમજ કાસમભાઈ બ્લોચ વગેરેને મળી હતી. જે બાતમી ના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગઈકાલે રાત્રે ઉપરોક્ત પોલીસ ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન વાડીમાં આવેલી ઓરડીમાંથી એક મહિલા અને પાંચ પુરુષો ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રંગે હાથ પકડાયા હતા.આથી પોલીસે વાડીમાલીક કુમન વિઠ્ઠલભાઈ ભંડેરી, મોરબી ની મહિલા ફાતમાબેન સલીમભાઈ માજોઠી, ઉપરાંત જામનગર તાલુકાના વેરતીયા ગામના ખેડૂત દીપકભાઈ ઉર્ફે દિલીપ રમણીકભાઈ પાંભર, જામનગરના રાંદલનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા વેપારી રજનીકાંતભાઈ વિઠ્ઠલભાઈ સાંગાણી, તેમજ જેતપુરમાં ખોડીયાર મંદિર પાસે રહેતા વેપારી અલ્તાફભાઈ જુસબભાઈ ડેલા વગેરેની અટકાયત કરી લીધી છે. પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 4,73,200 ની રોકડ રકમ, રૂૂપિયા 5 લાખ ની કિંમતની આર્ટિગા કાર તથા ચાર નંગ મોબાઈલ ફોન વગેરે સહિત કુલ રૂૂપિયા 9,88,700 ની માલમતા કબજે કરી લીધી છે.
