AI અને ડીપફેક મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ

  પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવા છતાંય વીડિયો દૂર કરાતા નથી, જાહેર હિતની અરજી પર વધુ સુનાવણી 20 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ. વિ. નાયરે…

 

પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવા છતાંય વીડિયો દૂર કરાતા નથી, જાહેર હિતની અરજી પર વધુ સુનાવણી 20 માર્ચે

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ. વિ. નાયરે એડવોકેટ અમિત પંચાલ દ્વારા એઆઇ અને ડીપફેકને લઈને જાહેરહિતની અરજી દાખલ કરી હતી જેની ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે બંધારણીય હોદ્દેદારોના પણ મોટે પાયે એઆઇ જનરેટેડ અને ડિપફેક વીડિયો તેમજ ફોટા બની રહ્યા છે. એનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોનો વિશ્વાસ ઘટે છે. ત્યારે આઇટી એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે એની પર નિયમો બનાવવા જરૂૂરી છે. ઓફિશિયલ ગેઝેટ અને નોટોફિકેશન દ્વારા આવા નિયમો બની શકે છે.

એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે એઆઇ જનરેટેડ ખોટા વીડિયોને દૂર કરવા ઓથોરિટીએ મીડિયાને જણાવવું પડે છે. વળી, આવા નકલી ફોટા અને વીડિયો ખોટા IDથી ચઢાવ્યા હોય તો એને ઓળખી કાઢવા મુશ્કેલ બને છે. આઇટી એક્ટની કલમ 69એ આ બાબતની જોગવાઈ કરે છે, જે પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપે છે. સામાન્ય રીતે દેશની સલામતી, આંતરરાષ્ટ્રીય મિત્રતા, પબ્લિક ઓર્ડર વગેરેને લઈને પ્લેટફોર્મ પ્રોવાઇડરને ક્ધટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે. આઇટી એક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર એની ઉપર નિયમો બનાવી શકે છે.

અરજદારને રાજ્યના સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી ઇ-મેલ મળ્યો હતો કે જો તેમને આવી કોઈ ફરિયાદ મળે તો તેઓ પગલાં લે છે. કોર્ટે કહ્યું હતું કે નકલી ફોટો અને વીડિયો દ્વારા વ્યક્તિને ખરાબ ચીતરવામાં આવે છે. બાળકો અને માનવતા વિરુદ્ધ ક્ધટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થતાં થયાં છે. લોકોની ઓળખ ચોરી કરવામાં આવે છે, તેમની ગોપનીયતાનો ભંગ કરવામાં આવે છે તેમજ અશ્ર્લીલ અને સેક્સ્યૂઅલ ક્ધટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા પર ચઢાવવામાં આવે છે, પરંતુ એને દૂર કરવાની સૂચના આપતાં પ્લેટફોર્મ પ્રોવાઇડર 36 કલાકનો સમય લે છે.

ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગ રૂૂલમાં કોપીરાઇટ હોવા છતાં એના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થાય છે, જે અંગે પ્લેટફોર્મને જાણ કરવા છતાં એ વીડિયોને દૂર કરાતા નથી. વળી, આવા કેટલાય નકલી વીડિયો અને ફોટા બનતા રહે છે, જેને રોકવા ખૂબ જ અઘરા છે. એને રિયલ ટાઈમ જ પ્લેટફોર્મ પરથી ઉતારવા પડે તો જ એને નાથી શકાય એમ છે. અરજદારે જણાવ્યું હતું કે એઆઇથી તૈયાર કરાયેલી ટ્રાયલ કોર્ટનું એવું જજમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું, જે હકીકતમાં અસ્તિત્વ જ ધરાવતું નહોતું. ગુજરાત હાઇકોર્ટે ઉપરોક્ત અરજી સંદર્ભે સરકાર પાસે જવાબ માગીને વધુ કાર્યવાહી 20 માર્ચના રોજ રાખી છે. સરકારના જવાબ બાદ પ્લેટફોર્મ પ્રોવાઇડર પાસે જવાબ માગવામાં આવી શકે છે.

લાઈક્સ મળતા પોસ્ટ નથી ઉતારતા
એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે એઆઇ અને ડીપફેક મામલે પ્લેટફોર્મ પ્રોવાઇડરને લઈને ચીન કડક કાયદાઓ લાવ્યું છે. જો પ્લેટફોર્મ પ્રોવાઇડરને ક્ધટેન્ટ દૂર કરવા રજૂઆત કરવામાં આવે તો તેઓ જવાબ નથી આપતા. હાઇકોર્ટે કહ્યું હતું કે પ્લેટફોર્મ પ્રોવાઇડર સમક્ષ વાંધો ઉઠાવવાથી તેઓ જવાબ આપે છે અથવા નથી પણ આપતા, કારણ કે એ વિવાદાસ્પદ પોસ્ટ ઉપર સતત લાઈક્સ મળતી હોય છે, જેથી એને તેઓ પોતાના પ્લેટફોર્મ પરથી નીચે નથી ઉતારતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *