શરાબી નીતિ સંબંધિત કેસનો નીચલી કોર્ટે બંધ કરેલો પટારો કેન્દ્રીય એજન્સીએ ફરી ખોલ્યો, દિલ્હી હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતની આકરી ટીકા: આરોપીઓને આરોપ મુક્ત માનવા પર મનાઇ
દિલ્હીના કથિત દારૂૂ નીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના આરોપીઓને મળેલી રાહત હવે જોખમમાં મુકાઈ છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ (ઈઇઈં) ની અરજી પર સુનાવણી કરતા કેજરીવાલ અને સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે આ તમામને આરોપમુક્ત કર્યા હતા, જેને સીબીઆઈએ હાઈકોર્ટમાં પડકાર્યો છે.
CBI વતી કોર્ટમાં દલીલો રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અત્યંત આક્રમક વલણ અપનાવતા આ પ્રકરણને દેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ અને ‘રાષ્ટ્રીય શરમ’ સમાન ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દારૂૂની આ વિવાદાસ્પદ નીતિ માત્ર અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓને આર્થિક લાભ પહોંચાડવાના ઈરાદે જ ઘડવામાં આવી હતી અને તેમાં હવાલા મારફતે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલત એટલે કે રાઉઝ એવન્યુ કોર્ટના આદેશમાં કેટલીક હકીકતો ખોટી હોવાનું ગંભીર અવલોકન કર્યું છે. હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જ્યાં સુધી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઇડી(મની લોન્ડરિંગ) ના કેસમાં પણ આરોપીઓને આરોપમુક્ત કરી શકાશે નહીં.
આ ઉપરાંત, એક મહત્વના નિર્ણયમાં નીચલી અદાલતે CBI ના તપાસ અધિકારી વિરુદ્ધ જે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો હતો, તેના પર પણ હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે, જે તપાસ એજન્સી માટે મોટી રાહત સમાન છે.
લાંચની રકમ અંગે મોટો દાવો કરતા તેમણે જણાવ્યું કે, અમુક લોકોના ફાયદા માટે 19 કરોડથી લઈને 100 કરોડ રૂૂપિયા સુધીની તોતિંગ લાંચ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ લાંચની રકમમાંથી 44.50 કરોડ રૂૂપિયા હવાલા નેટવર્ક મારફતે સીધા ગોવા ચૂંટણીના ફંડ માટે મોકલવામાં આવ્યા હોવાનો પણ કોર્ટ સમક્ષ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.
એસ.જી. મહેતાએ કહ્યું કે નીચલી અદાલતે સાક્ષીઓના નિવેદનોને નજરઅંદાજ કર્યા છે. કાવતરું ક્યારેય ખુલ્લેઆમ નથી રચાતું, તેને સાબિત કરવા માટે કડીઓ જોડવી પડે છે. મેજિસ્ટ્રેટ સામે નોંધાયેલા 164 મુજબના નિવેદનોમાં સ્પષ્ટ છે કે લાંચ કોને અને કેવી રીતે આપવામાં આવી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 16 માર્ચ ના રોજ હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી કેજરીવાલઅને અન્ય આરોપીઓએ પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.
