સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

બનાસકાંઠા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ…

બનાસકાંઠા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ બનાસકાંઠા પંથકમાં રહેતો પરિવાર રાત્રીના જમીને સુઈ ગયા બાદ વહેલી સવારે સગીરા ઘર પર મળી નહિ આવતા સગીરાની માતાએ સુઈગામ પોલીસ સ્ટેશનમાં સગીરાને કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કરી ગયા અંગેની ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં સગીરાને આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકો મફાભાઈ ભરવાડ ભગાડી ગયાનું ખુલતા પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરોપી અને ભોગબનનાર રાજકોટ ખાતે આરોપીના સગાના ઘરે રહેતા હોવાની બાતમીના આધારે પોલીસે બંનેની રાજકોટ ખાતેથી ધરપકડ કરી હતી. ભોગબનનારનું નિવેદન લેતા આરોપીએ તેની સાથે અવાર-નવાર શરીર સબંધ બાંધ્યા હોવાનું ખુલતા પોલીસ દ્વારા સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂૂધ્ધ બી.એન.એસ. ની કલમ 87, 64(2)(એમ), 351(2), 54 તેમજ પોકસો એકટની કલમ 4, 6, 17 મુજબ ઉમેરો કરવામાં આવ્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન પર છુટવા માટે સ્પે. પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અ2જી નામંજુર થતા આરોપીએ પોતાના વકીલ મારફત ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની દલીલો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટ દ્વારા આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકો મફાભાઈ ભરવાડની રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, મદદનીશમાં અભય ચાવડા અને વિક્રમ કિહલા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *