સોમનાથ જિલ્લાના રાજકીય અગ્રણી સામેની બળાત્કારની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ નાં પૂર્વ ઉપપ્રમુખ, વિશ્વાસ ટેલી ફિલ્મ નાં નિર્માતા, અને આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત નાં પ્રેસિડેન્ટ એવા ભગુભાઇ વાળા ગત વિધાનસભા ચૂંટણી…

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ નાં પૂર્વ ઉપપ્રમુખ, વિશ્વાસ ટેલી ફિલ્મ નાં નિર્માતા, અને આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત નાં પ્રેસિડેન્ટ એવા ભગુભાઇ વાળા ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ નાં ઉપપ્રમુખ પદે થી રાજીનામું આપી આપ પાર્ટી માં જોડાતા નાં થોડા સમય બાદ તેમના વિરુદ્ધ બળાત્કાર ની ફરિયાદ નોંધાતા રાજકીય મંચ પર ભારે ચકચાર મચી હતી. એક બીજા રાજકીય હરીફો વિરોધીઓ એ ગત વિધાનસભા ચૂંટણી વખતે આ મુદ્દે આ પ્રકરણ ને ખાસ મુદ્દો ટોપ ઓફ ટાઉન બનાવી ખુબજ ચકચાર મચાવ્યો હતો. ભગુભાઇ વાળા એક સફળ રાજકારણી ઉપરાંત વિશ્વાસ ટેલી ફિલ્મ નાં સફળ નિર્માતા સાથે આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત નાં પ્રેસિડેન્ટ તરીકે સારી એવી સફળતા મેળવી લોકપ્રિય બન્યા હતા.

સંગઠન નાં માહિર એવા ભગુભાઇ વાળા એ ગુજરાત નાં ચાર ઝોન ઉપરાંત 33 જીલ્લાઓ માં અસરકારક સંગઠન બનાવી 5,000 થી પણ વધુ કલાકારો નું એક અસરકારક સંગઠન દ્વારા કોરોના નાં કાળ માં કલાકારો ના હક્કો અને અધિકારો અપાવી સારી એવી લોક ચાહના મેળવી હતી. આ દરમિયાન વિઘ્નસંતોષી. તેમજ તેજાદોષી નો ભોગ બનતા સામાજિક રીતે ખુબજ શહન કરવું પડેલ. બાદ આખરે સત્યનો વિજય થતા તેમના સગા સંબંધિતો સમર્થકો અને મિત્રો માં આનંદ ની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા માં ભગુભાઇ વાળા તરફે જૂનાગઢ નાં યુવા ધારાશાસ્ત્રી તરીકે ગોપાલસિંહ આર. ઝાલા રોકાયેલા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *