શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં હાઇકોર્ટ દ્વારા રમેશ મકવાણાની જામીન અરજી મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા, હીરા પમાભાઈ સાગઠીયા અને ભરત દાનાભાઈ મુછડીયા વિરૂૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકના ઈનચાર્જ પી.આઈ. બી.આર. ભરવાડ દ્વારા ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં રમેશભાઈ મકવાણાએ જામીન પર મુક્ત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં કરેલી જામીન અરજી રદ થતા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી સુનાવણી પર આવતા સરકારપક્ષે તથા સામેના જુથના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપી વિરૂૂધ્ધ અઢાર ગુના નોંધાયેલ છે તેમજ સહઆરોપીનો હાલના આરોપી કરતા ઓછો રોલ હોવા છતા હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી રદ કરેલ છે જે સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. આરોપી હીસ્ટ્રીશીટર છે જામીન મુકત ન કરવા કરેલ રજુઆત સામે આરોપી રમેશ મકવાણાના એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવેલ કે અરજદાર દોઢેક વર્ષથી કસ્ટડીમાં છે, તપાસ પુર્ણ થઈ ગયેલ છે, ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ છે, નોંધાયેલ અઢાર ગુન્હાઓ પૈકી ગુજસીટોકમાં છ ગુન્હાઓ દર્શાવવામાં આવેલ છે.
જેમાથી ચાર કેસમાં જ ચાર્જશીટ થયેલ છે તેમા પણ જામીન મુક્ત થઈ ગયેલ છે, ટ્રાયલ શરૂૂ થયેલ નથી એપેક્ષ કોર્ટના બેઈલ નોટ જંપના પ્રિન્સીપાલને લક્ષે લઈ જામીન પર મુકત કરવા રજુઆતો કરવામાં આવી હતી. બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો, ઈન્વેસ્ટીગેશનના કાગળો તથા અરજદાર સામેનો તપાસના કાગળોમાં રહેલ રોલ વિગેરે લક્ષે લેતા આરોપીની કસ્ટડીના દિવસો તેમજ તપાસ પુર્ણ થઈ ચાર્જશીટ થઈ ગયેલ હોય, ગુજસીટોકના ચાર્જશીટમાં આરોપી વિરૂૂધ્ધ બતાવેલ ચાર ગુનામાં અરજદાર જામીન મુકત છે. સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓની હકીકતો અને સિધ્ધાંતો લક્ષમાં લેતા ગુનાની ફેકટ અને સંજોગો સાથે આક્ષેપોનો પ્રકાર ક્ધસીડર કરતા પુરાવાની ડીટેઈલમાં ચર્ચા ન કરતા અરજદારની તરફેણમાં વિવેક બુધ્ધિ સતાનો ઉપયોગ થઈ શકે તેવો કેસ માની અરજદાર રમેશ મકવાણાને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી રમેશભાઈ મકવાણા વતી હાઈકોર્ટમાં સીનીયલ કાઉન્સીલ જાલ ઉમવાલા, મૌસમ યાજ્ઞીક તેમજ રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમા નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયા હતા.
