ખાખીજાળિયાના ફાર્મ હાઉસમાંથીં હાઇટેક જુગાર ક્લબ ઝડપાઇ

જુગાર ક્લબ સંચાલક સહિત 7 ખેલીઓ ઝડપાયા, એસ.એમ.સી.નો દરોડા રાજકોટ જીલ્લાના ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની…

જુગાર ક્લબ સંચાલક સહિત 7 ખેલીઓ ઝડપાયા, એસ.એમ.સી.નો દરોડા

રાજકોટ જીલ્લાના ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ જુગારધામ પર દરોડો પાડ્યો છે. જેમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને લક્ઝરી કાર, બાઈક્સ તથા રોકડ રકમ સહિત કુલ રૂૂ.24.59 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલી ચોક્કસ બાતમી મળી હતી કે, ભાયાવદરના ખાખીજાળીયા ગામની રાજેશ ઉર્ફે રાજુ સુવા પોતાના ફાર્મ હાઉસ પર બહારથી માણસો બોલાવી જુગાર ક્લબ ચલાવે છે. જેના આધારે ભાયાવદરના ખાખીજાળીયા ગામની સીમ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. દરોડામાં રાજુ સુવા ખેલાડીઓને રોકડના બદલામાં પ્લાસ્ટિકના કોઈન (કાઉન્ટર) આપી જુગાર રમાડતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ફાર્મ હાઉસના મકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી સાત શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સંચાલક રાજેશ ઉર્ફે રાજુ સુવા, રામદે ઉર્ફે રામ સુવા, દિનેશ મકવાણા, મુકેશ ઉનડકટ , ગીરીરાજસિંહ જાડેજા , અનીલકુમાર દલસાણીયા અને જયેશભાઇ કાનગડનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, પોલીસને રૂૂ.3,10,230 રોકડ રકમ સાથે 20 લાખની કિંમતની એક ફોર્ડ એન્ડેવર કાર અને પાંચ મોટરસાયકલ મળી કુલ રૂૂ.21.10 લાખના વાહનો જપ્ત કરાયા હતા.

આ ઉપરાંત, રૂૂ.39,000 ની કિંમતના સાત મોબાઈલ ફોન, 84 પ્લાસ્ટિક કોઈન, ગંજીપાનાના બોક્સ અને અન્ય જુગાર સાહિત્ય સહતી રૂૂ.24.59 લાખનો મુદ્દમાલ કબજે કરવામ આવ્યો હતો. સ્થાનિક પોલીસની મીઠી નઝર હેઠળ આ જુગારધામ છેલ્લા છ મહિનાથી કાર્યરત હતું. રાજુ સુવા ખેલાડીઓને રોકડના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપી જુગાર રમાડતો હતો.આ દરોડા બાદ હવે સ્થાનિક ભાયાવદ પોલીસ સ્ટાફ સામે જીલ્લા પોલીસ વડા આકરી કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *