માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ

માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે સ્કુટરમાં ઘસી આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેની પાસે રૂૂા.3 લાખની સોનાની બંગડી જોવા માગતાં આપી હતી. થોડી વાર બાદ પરત માંગતા બંને શખ્સો બંગડી લઈ ફરાર થઈ જતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

હર્ષાબેને પોલીસને જણાવ્યું કે,સવારે તે ઘરેથી પગપાળા ચાલીને રામાપીરનાં મંદિરે દર્શને જવા રવાના થયા હતા. આ સમયે બંને હાથમાં તેના પિતા દ્વારા લગ્ન સમયે ક્ધયાદાનમાં આપેલી સોનાની બંગડીઓ પહેરેલી હતી તે મંદિર નજીક પહોંચતા સ્કુટર પર બે અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. તેની બાજુમાં સ્કુટર ઉભું રાખી ચાલકે એક રૂૂપિયો માંગ્યો હતો જેથી તેણે તેને રૂૂપિયા પાંચનો સિક્કો આપ્યો હતો.

આ સમયે આરોપીએ પાંચનો સિક્કો પરત આપી તમારે કેટલાં સંતાન છે વગેરે વાતચીત કરવા લાગ્યા હતા.બાદમાં આરોપીએ તેને તમારા હાથમાં પહેરેલ બંગડી મને આપો હું તમને પરત આપી દઈશે કહેતાં તેને આપી હતી. બાદમાં આરોપીઓને મે તેમને આપેલી સોનાની બંગડી પાછી આપો તેમ કહેતાં બંને આરોપી સ્કુટર લઈને ત્યાંથી ભાગી ગયા હતા.આ મામલે પરિવાર જનોને જાણ કર્યા બાદ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *