ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…

શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી અંગે ડીવાયએસપી મનીષા દેસાઈએ મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે એ અને બી- ડિવિઝન પોલીસ તથા એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા ચાલતાં કોમ્બિંગ દરમ્યાન શહેરની વિવિધ હોટેલ, ગેસ્ટહાઉસ તથા ધાબાની તપાસ દરમ્યાન ભુજના જનતાઘર પાસેના નીલકંઠ ગેસ્ટહાઉસમાં રોકાયેલા બે શંકાસ્પદ મુસાફરની તપાસ કરતાં તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19,30,000 મળી આવ્યું હતું. હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા રામજસ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદરા (બિશ્નોઈ) (રહે. રામનગરી, રામેરી, તા. બાપ, જિ. જોધપુર, રાજસ્થાન) અને હરપ્રીતસિંઘ બલવીન્દરસિંઘ (રહે. મ. નં. 211, ગુરુહરસહાઈ, જિ. ફિરોઝપુર, પંજાબ)ની પ્રાથમિક પૂછતાછ અને છાનબીન કરતાં હરપ્રીતસિંઘ ઉપર પંજાબ ખાતે ચાર અનેડીપીએસના ગુના નોંધાયેલા છે, જ્યારે રામજસ વિરુદ્ધ પણ ફિરોઝપુર ખાતે એક એનડીપીએસ એક્ટ તળે તથા સામખિયાળીમાં મારામારીનો ગુનો નોંધયેલો છે. રામજસ અને હરપ્રીતસિંઘ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

હરપ્રીતસિંઘે જણાવ્યું કે, જેલમાં જોબનપ્રીત સાથે સંપર્ક થયો હતો અને આ જોબનપ્રીત પાસેથી તા. 20/7ના ફિરોઝપુરથી આ હેરોઈનનો જથ્થો રૂૂા. 1,10,000માં ખરીદ્યો હતો. આ બાદ તે તથા રામજસ બન્ને જણ પંજાબથી ટ્રેન મારફત ગુજરાત આવી અહીં હેરોઈન છૂટકમાં વેચાણ અર્થે લઈ આવ્યાનું પ્રાથમિક પૂછતાછમાં સામે આવ્યું છે. ત્રણે વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *