ધો.10-12 બોર્ડની પરીક્ષા માટે કાલથી હેલ્પલાઇન શરૂ

માનસિક હૂંફની સાથે ટેક્નિકલ માર્ગદર્શન આપશે એક્સપર્ટ કાઉન્સેલર-સાયકોલોજિસ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત…

માનસિક હૂંફની સાથે ટેક્નિકલ માર્ગદર્શન આપશે એક્સપર્ટ કાઉન્સેલર-સાયકોલોજિસ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત રાહતરૂૂપ અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 26 February,, 2026 થી શરૂૂ થઈ રહેલી ધોરણ-10 અને ધોરણ-12 ની મુખ્ય જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે વિશેષ ’હેલ્પલાઇન સેવા’ પરીક્ષાના દિવસો નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં જોવા મળતા સ્વાભાવિક ’પરીક્ષાના ડર’ (અને માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ શરૂૂ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે.

બોર્ડના સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા અનુસાર, આ નિ:શુલ્ક ટેલિફોનિક સેવા 12 February,2026 થી શરૂૂ થશે અને 18 ખફભિવ, 2026 સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ કે શાળા સંચાલકો સવારે 11:00 અખ થી સાંજે 06:00 PM સુધીના સમયગાળા દરમિયાન ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર કોલ કરીને સીધું માર્ગદર્શન મેળવી શકશે. રજાના દિવસોમાં પણ આ સેવા ચાલુ રહેશે જેથી વિદ્યાર્થીઓને સતત મદદ મળી રહે.
ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા નાની અમથી મુશ્કેલીમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. આવા સમયે તેમને યોગ્ય દિશા બતાવવા માટે હેલ્પલાઇન પર વિષય નિષ્ણાતો ઉપરાંત ’એક્સપર્ટ કાઉન્સેલર’ અને અનુભવી ’સાયકોલોજિસ્ટ’ હાજર રહેશે. આ નિષ્ણાતો વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને તેમને શાંત કરશે અને યોગ્ય ઉકેલ આપશે.

આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને માત્ર માનસિક હૂંફ જ નહીં, પરંતુ પરીક્ષાલક્ષી ટેકનિકલ માર્ગદર્શન પણ મળશે. કાઉન્સેલરો વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં ’સમયનું આયોજન’કેવી રીતે કરવું, યાદશક્તિ વધારવાની ટિપ્સ અને પરીક્ષાખંડમાં પેપર લખવાની પદ્ધતિ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે. વાલીઓ પણ પોતાના બાળકના વર્તનમાં થતા ફેરફાર અંગે અહીં ચર્ચા કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *