સિઝનના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી અફઘાનિસ્તાનમાં લાંબા દુષ્કાળનો અંત આવ્યો પરંતુ અચાનક આવેલા પૂરે પણ ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. આ દુર્ઘટનામાં 17 લોકો માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તા મોહમ્મદ યુસુફ હમ્માદે ગુરુવારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે મધ્ય, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશોમાં જનજીવન ભારે ખોરવાઈ ગયું છે.
પ્રવક્તાના જણાવ્યા મુજબ પૂરને કારણે રસ્તાઓ, ઘરો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. આ આપત્તિથી લગભગ 1,800 પરિવારો પ્રભાવિત થયા છે જેના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
અફઘાન વહીવટીતંત્રના એક અધિકારીના જણાવ્યા અનુસાર દેશમાં પૂરથી અંદાજે 1,800 પરિવારો પ્રભાવિત થયા છે. આ આફતથી પહેલાથી જ સંવેદનશીલ શહેરી અને ગ્રામીણ સમુદાયોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અધિકારીએ માહિતી આપી હતી કે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરવા માટે ટીમો મોકલવામાં આવી છે. આ સાથે લોકોની જરૂૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં મોસમના પહેલા ભારે વરસાદ અને હિમવર્ષાથી દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા દુષ્કાળનો અંત આવ્યો છે.
