ભારે કરી, અમદાવાદ મેટ્રોના કેબલની ચોરી થતાં એક રૂટ બંધ કરવો પડ્યો

અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂૂટનો ઉપયોગ કરો છો તો મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળવું.…

અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂૂટનો ઉપયોગ કરો છો તો મેટ્રોમાં મુસાફરી કરવાનું ટાળવું. કારણ કે, શાહપુરથી જૂની હાઇકોર્ટના રૂૂટમાં કેબલ ચોરી થવાના કારણે એપરલ પાર્કથી શાહપુર સુધીને મેટ્રો સેવા અસ્થાયી રૂૂપે બંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બુધવારે (21 મે) રાત્રે શાહપુરથી જૂની હાઇકોર્ટ વિસ્તારમાં મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધ કરવામાં આવી છે. જોકે, મેટ્રો વિભાગ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ, આ મામલે પોલીસે કેબલ ચોરી કરનારની તપાસ હાથ ધરી છે. તેમજ મેટ્રો સેવા ફરી શરુ કરવા માટે સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

હાલ, બંધ કરવામાં આવેલી મેટ્રો સેવાનું સમારકામ ક્યાં સુધીમાં પૂરું થશે અને ફરીથી આ સેવા ક્યારે પૂરી પાડવામાં આવશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વહેલી સવારથી જ ઑફિસે જતાં લોકોને અગાઉથી જાણકારી ન હોવાના કારણે ધક્કો ખાવો પડ્યો હતો અને અંતે ખાનગી વાહનમાં ઑફિસ જવું પડ્યું હતું. મેટ્રો વિભાગ દ્વારા આ વિશે કોઈ સત્તાવાર માહિતી ન આપવાના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *