કેશોદના સોંદરડામાં ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ભારે નુકસાન

કેશોદ નજીક સોંદરડા તરફથી આવતાં સિંગદાણા ભરેલ એક ટ્રક ના ચાલકે ટ્રક ને ડિવાઈડર પર ચડાવી દેતાં આ ધટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ…

કેશોદ નજીક સોંદરડા તરફથી આવતાં સિંગદાણા ભરેલ એક ટ્રક ના ચાલકે ટ્રક ને ડિવાઈડર પર ચડાવી દેતાં આ ધટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રક ને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.

કેશોદ ના સોંદરડા તરફથી સિંગદાણા તરફ ટ્રક જ્યારે કેશોદ તરફ આવી રહ્યો હતો ત્યારે તોરલ હોટલથી આગળ આવતાં આ ટ્રક અચાનક જ ડિવાઈડર પર ચડી ગયેલ ત્યારે આ ધટનામાં કોઈ ને જાનહાની થઈ નથી પરંતુ ટ્રક ને ડિવાઈડરમાં ઘુસી જવાથી ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે આમ આ ધટનામાં સદ્ નશીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ આ અકસ્માત ની જાણ થતાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *