રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી

દરિયાકાંઠાના તાપમાનમાં અસાધારણ વધારો: તા.16થી 18 વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા…

દરિયાકાંઠાના તાપમાનમાં અસાધારણ વધારો: તા.16થી 18 વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બીજી તરફ જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આગામી તા.16 થી 18 વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ પોતાનું રૌદ્ર સ્વરૂૂપ બતાવવાનું શરૂૂ કરી દીધું છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનોને કારણે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હાલત એવી છે કે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનમાં અસાધારણ વધારો થયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધુ કાળઝાળ ગરમી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાઈ છે, જ્યાં પારો 42.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના શહેરો પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાન અનુક્રમે 41.4 અને 40.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બરોડામાં 41.6, ડીસામાં 40.7, સુરતમાં 41, પોરબંદરમાં 40.2 અને વેરાવળમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીની ગંભીરતાને જોતા હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અતિશય ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે તા.16 થી 18 વચ્ચે કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ સૌથી વધુ ગરમ શહેર
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેરોમાંનું એક છે, જ્યાં તાપમાન આજે પણ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા અને ઓખા જેવા દરિયાકાંઠાના શહેરોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારો અનુભવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *