સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગરમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત, જિલ્લામાંથી પસાર થતા હાઈવે રોડ પર ચોરી-છૂપીથી દારૂૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સાવડા ગામના બોર્ડ પાસે આવેલી હોટલ મેપલ ઇન સામેથી આ વાહનને રોકવામાં આવ્યું હતું.વાહનની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂૂની 1992 બોટલો (કિંમત ₹5,16,000) અને 408 બિયર ટીન (કિંમત ₹89,760) મળી આવ્યા હતા. કુલ ₹6,05,760નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, ₹5,00,000ની કિંમતનું સુઝુકી કેરી લોડિંગ વાહન (રજી.નં. ૠઉં.05.ઈઞ.7616) અને ₹5,000નો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹11,10,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વાહનચાલક વિષ્ણુભાઈ નરસંગભાઈ ઠાકોર (રહે. દાદકા, તા. સમી, જિ. પાટણ)ની ધરપકડ કરી હતી. આ કેસમાં અમૃતભાઈ ઠાકોર (રહે. થરાદ), વાહનના માલિક અને દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
