હૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયો

હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ છે જેમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા પાર્થ ઇન્ડ. એરીયામા કામ કરતા શ્રમીક યુવકનુ હૃદય…

હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ છે જેમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા પાર્થ ઇન્ડ. એરીયામા કામ કરતા શ્રમીક યુવકનુ હૃદય બેસી જતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી બે બાળકોએ પિતાનુ છત્ર ગુમાવતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલ પાર્થ ઇન્ડ. એરીયામા રહેતો વિનોદકુમાર અર્જુનપ્રસાદ નામનો 34 વર્ષનો યુવાન બપોરનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા પાર્થ ઇન્ડ. એરીયામા હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો જયા તેની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો મૃતક યુવાન મુળ ઉતરપ્રદેશનો વતની હતો અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા ગોંડલ રોડ પર આવેલા સદભાવના વૃધ્ધાશ્રમમા આશ્રય લઇ રહેલા હસમુખલાલ પોપટલાલ સોની (ઉ. વ. 47 ) સંધ્યા ટાણે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજયુ હતુ. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *