હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં વૈશાલીનગરમાં શ્રમિક આધેડ અને કરણપરમાં નેપાળી યુવાનનું મોત…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં વૈશાલીનગરમાં શ્રમિક આધેડ અને કરણપરમાં નેપાળી યુવાનનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ ઝારખંડના વતની અને હાલ વૈશાલીનગરમાં રહેતાં જયરામ રામસેવકરામ ઠાકોર (ઉ.53) રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કરણપરામાં રહેતાં ભીમબહાદુર પ્રતાપસિંહ શાહુ નામનો 41 વર્ષનો નેપાળી યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન મુળ નેપાળનો વતની હતો અને બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો. મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *