અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે 16મી જુલાઇના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મુસાફરે કસ્ટમ ડ્યુટી (જકાત) ચૂકવવાનું ટાળવાના ઈરાદાથી પોતાના વસ્ત્રો (બુરખા)ની અંદર 24 કેરેટ સોનાના બે ’ટીટી બાર’ (TT bars) છુપાવ્યા હતા, જેનું કુલ વજન 233 ગ્રામ હતું.જેની બજાર કિંમત 34,29,216 રૂૂપિયા થાય છે. આ સોનું કસ્ટમ્સ વિભાગ દ્વારા ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનું કયાંથી અને કોની પાસેથી તેમજ કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તાજેતરમાં જ સોનું લઇને બે વ્યક્તિ નીકળી ગયા હતા. આ બંનેને અસલી પોલીસે અપહરણ કરીને લૂંટી લીધાં હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. કેમ કે કસ્ટમ્સના નાક નીચેથી આ બંને લોકો કેવી રીતે સોનું લઇને નીકળી ગયા તે મુદ્દે પ્રશ્નો ઊભાં થઈ રહ્યા છે છે. તેમાંય વળી લૂંટાયેલાં બંને મુસાફરોએ જો કે સોનું ખરીદી અંગેનું બિલ પાછળથી રજૂ કરીશું તેવું પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી છે.
પરંતુ તે લોકોએ કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ સોનુ લઇને આવ્યા અંગેની જાહેરાત કરી હતી કે નહીં તે તપાસનો વિષય છે. આ વિવાદ વચ્ચે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અબુધાબીથી ફલાઇટમાં આવેલાં મુસાફર પાસેથી 34 લાખથી વધુ કિંમતના 24 કેરેટ સોનાના બાર કે જેનું વજન 233 ગ્રામનો જથ્થો પકડી પાડયો છે.
અમદાવાદ કસ્ટમ્સ તરફથી પેસેન્જર પ્રોફાઇલિંગ બનાવવામાં આવે છે. આ પ્રોફાઇલિંગમાં મુસાફર કયારે કયારે અને કેટલી વાર ફલાઇટમાં પ્રવાસ કર્યો તેની વિગતો તૈયાર કરી છે. વારંવાર અવરજવર કરનારાની પ્રોફાઇલીંગના આધારે તપાસ કરવામાં આવે છે.
