રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં જે.કે.ચોકમાં હોટલમાંથી જમીને બહાર નીકળેલો યુવાન અને વાવડીમાં જય ગણેશ ટાટા શોરૂમના કર્મચારીનું હૃદય બેસી ગયુ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા ઉમેશ વિઠ્ઠલભાઇ કોટડીયા (ઉ.વ.34) જે.કે.ચોકમાં આવેલી હોટલમાં રાત્રીના જમીન બહાર નીકળતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતુ.
બીજા બનાવમાં પુષ્કરધામ સોસાયટીમા રહેતો અને વાવડીમાં ગણેશ ટાટા શોરૂમમાં નોકરી કરતો ધવલ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.39) શોરૂમમાં હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
