ખંભાળિયામાં યુવતીનો ભોગ લેતો હાર્ટએટેક

ઘરકામ કરતી સમયે ઢળી પડ્યા બાદ મોત ખંભાળિયામાં રહેતા એક ક્ષત્રિય પરિવારની 27 વર્ષની અપરિણીત પુત્રીનું સોમવારે સવારે હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવે…

ઘરકામ કરતી સમયે ઢળી પડ્યા બાદ મોત

ખંભાળિયામાં રહેતા એક ક્ષત્રિય પરિવારની 27 વર્ષની અપરિણીત પુત્રીનું સોમવારે સવારે હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
ખંભાળિયામાં રહેતા વિજયસિંહ કરસનજી વાઢેર (ગાગા વારા) ની 27 વર્ષના પુત્રી યોગીતાબા ગઈકાલે સોમવારે સવારે પોતાના ઘરે હતી, ત્યારે આશરે 9:30 વાગ્યાના સમયે કામ કરતી વખતે તેણી એકાએક ઢળી પડતા મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.


દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેરના નાના બહેન યોગીતાબાના આ પ્રકારે હાર્ટ એટેકના કારણે એકાએક મૃત્યુ નિપજ્યાના બનાવે સમગ્ર શહેર સાથે રાજપૂત સમાજમાં પણ ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. ત્યારે ગત બપોરે 3 વાગ્યે તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો તેમજ જ્ઞાતિજનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *