હાર્ટએટેક: ભગવતીપરાના પ્રૌઢાનો શ્ર્વાસ થંભી ગયો

શહેરમા ભગવતીપરા વિસ્તારમાં આવેલા આશાબાપીરની દરગાહ પાસે રહેતા પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…

શહેરમા ભગવતીપરા વિસ્તારમાં આવેલા આશાબાપીરની દરગાહ પાસે રહેતા પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતી લપરા વિસ્તારમાં આવેલા આશાબાપીરની દરગાહ પાસે રહેતા ઉર્મિલાબેન બાબરીયા નામના 54 વર્ષના પ્રોઢા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં નાનામવા રોડ ઉપર આવેલ કૈલાશ સોસાયટીમાં રહેતી ગીતાબેન જયંતીભાઈ પરમાર નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલત ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *