રાજવી પરિવારના મિલકત વિવાદની આવતીકાલે સુનાવણી

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતને લઇને વિવાદ સામે આવ્યો છે. કરોડોની જમીન મુદ્દે ભાઇ-બહેન વિવાદ લઈ આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર અધ્યક્ષાને કાલે ચુનાવણી હાથ ધરવામાં…

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતને લઇને વિવાદ સામે આવ્યો છે. કરોડોની જમીન મુદ્દે ભાઇ-બહેન વિવાદ લઈ આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર અધ્યક્ષાને કાલે ચુનાવણી હાથ ધરવામાં આવશે. માંધાતાસિંહે પરિવારની મિલકતમાંથી બહેનનું નામ કમી કરવા કહ્યું છે. જોકે બહેને મિલકતમાં પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો છે.

માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલાદેવી કે, જેઓ ઝાંસી ખાતે વસવાટ કરે છે. તેમની વચ્ચે મિલકતને લઈ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં માધાપર અને સરધારની જમીનમાં માંધાતાસિંહ જાડેજાના બહેનનો હક જતો કરવાની નોંધ પછી સમગ્ર વિવાદ સામે આવ્યો છે. માંધતાસિંહે પોતે જ બહેનનું નામ રદ કરવાની અરજી કરી હતી. જે બાદ તેમના બહેનને નોટિસ મળી હતી. તેમના આધારે તેમને તકરારી દાખલ કરી હતી. જોકે આ સમગ્ર મામલે આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *