ભારતની ખાતરી પછી નિરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલની સુનાવણી મોકુફ

યુકે હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ સામેની અપીલ ફરીથી ખોલવાની અરજી પર સુનાવણી માર્ચ 2026 સુધી મુલતવી રાખી છે. ભારતીય અધિકારીઓએ તેની…

યુકે હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ સામેની અપીલ ફરીથી ખોલવાની અરજી પર સુનાવણી માર્ચ 2026 સુધી મુલતવી રાખી છે. ભારતીય અધિકારીઓએ તેની અટકાયતની શરતો અંગે નવી અને વિગતવાર ખાતરી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કેસ મંગળવારે લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસમાં લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.

સુનાવણીની શરૂૂઆતમાં, ન્યાયાધીશોએ ટિપ્પણી કરી કે તેઓ આ કેસમાં “ડેજા વુ” ની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે નીરવ મોદીએ અગાઉ ભારતમાં પ્રત્યાર્પણ અટકાવવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. કોર્ટે નોંધ્યું કે ભારત સરકારે મુંબઈની આર્થર રોડ જેલમાં પ્રી-ટ્રાયલ અટકાયત દરમિયાન નીરવ મોદી સાથેની સારવાર અંગે ખૂબ જ મજબૂત ખાતરીઓ આપી હતી.

આ બાબતોને ધ્યાનમાં રાખીને, સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
બેન્ચે કેસ માટે એક કડક સમયમર્યાદા નક્કી કરી, જેમાં જણાવ્યું હતું કે લેખિત દલીલો ફેબ્રુઆરી 2026 ના મધ્ય સુધીમાં દાખલ કરવી જોઈએ, ત્યારબાદ માર્ચ અથવા એપ્રિલ 2026 માં બે દિવસની સુનાવણી કરવી જોઈએ. આ સુનાવણી નક્કી કરશે કે અપીલ ફરીથી ખોલવી કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *